બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા, કંગના રનૌત, ઐશ્વર્યા રાય તથા ડાયના પેન્ટી જેવી અભિનેત્રીઓએ એક બાદ એક રેડ કાર્પેટ પર આવ્યા હતા.સોનમ રેડ કલરના ડ્રેસમાં જોવા મળી હતી.
cannes film festival 2019: રેડ અને ગોલ્ડન ગાઉનમાં સોનમ કપૂરનો રોયલ લુક
મુંબઇ: હાલ ફ્રાન્સના કાનમાં ‘કાંસ ફિલ્મ ફેસ્ટિવલ’ ચાલી રહ્યો છે. સોનમ કપૂરે સતત 10માં વર્ષે ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે. સોનમઆ વર્ષનાં 72માં ‘કાંસ ફિલ્મ ફેસ્ટિવલ’માં ‘L'Oreal ઇન્ડિયા’ને રેપ્રેઝન્ટ કરી રહી છે. સોનમના અત્યાર સુધી ત્રણ લુક સામે આવ્યા છે.બોલીવુડમાં ફેશન આઇકોન તરીકે જાણીતી સોનમ કપૂર દર વર્ષે કાંસમાં એક અલગ અંદાજમાં જોવા મળે છે. આ વખતે પણ તે ફ્રેન્ચ રિવેરામાં તેના ગ્લૈમરસ લુકની સાથે એન્ટ્રી લીધી છે. તેના દરેક લુકમાં તે સ્ટનિંગ લાગી રહી છે.
72માં કાંસ ફિલ્મ ફેસ્ટિવલ 2019માં ભાગ લેવા તે ફ્રાંસ પહોંચી હતી. સોનમ રેડ કાર્પેટ પર રેડ સ્ટ્રેપલેસ વેલેન્ટીનો ડ્રેસમાં જોવા મળી હતી જેની સાથે તેણે લેયર્ડ હાઇ નેક શીર ગાઉન પહેર્યો હતો. આ ડ્રેસમાં તે સારી લાગી રહી હતી.સોનમ કપૂરે ‘Valentino’ બ્રાન્ડનો રેડ ડ્રેસ પહેર્યો હતો. સોનમે આ ડ્રેસ પહેરી ‘Chopard’ પર્ફ્યૂમનું માર્કેટિંગ કર્યું હતું. તો સોનમે ‘Elie Saab’નો બ્લુ આઉટફિટ પહેર્યો હતો જેમાં તે ખુબ સારી લાગી રહી હતી. તો તેની જ્વેલરી ‘Chopard’ બ્રાન્ડની હતી.‘Chopard’ પાર્ટી માટે સોનમે ઇન્ડિયન ડિઝાઈનર ‘અબુ જાની- સંદીપ ખોસલા’નો સિલ્વર આઉટફિટ પહેર્યો હતો.