ન્યૂઝ ડેસ્કઃ આયુર્વેદમાં અશ્વગંધા મહત્વની ઔષધિ છે. અશ્વગંધાના ઘણાં ફાયદા છે અને તેનાથી ઘણાં રોગોનું નિદાન મળ્યું છે. તાજેતરમાં એવા રિપોર્ટ મળ્યાં હતાં કે, કોરોના વાઈરસથી બચવા માટે અશ્વગંધા મહત્વની ભૂમિકા ભજવે છે. પણ ખરેખર અશ્વગંધા શું છે અને તે કોરોના વાઈરસના નિદાન માટે કઈ રીતે મહત્વનો ભાગ ભજવી શકે છે ?
આયુર્વેદ નિષ્ણાત, ડૉ.રંગનાયકુલુ (પીએચડી આયુર્વેદ) સમજાવે છે કે, 'વિથાનીયા સોમનીફેરા ભારતમાં અશ્વગંધા તરીકે ઓળખાય છે. તેમાં ઘોડાના પેશાબના જેવી ગંધ આવે છે અને તેથી તેને અશ્વગંધા કહે છે. ‘અશ્વ’ એટલે ઘોડો અને ગંધાનો અર્થ છે ‘ગંધ’. તે મૂળભૂત રીતે એનાબોલિક ડ્રગ છે, એક એવી દવા જે શરીરમાં વજન અને સ્ટેરોઈડમાં વધારો કરે છે. ભારતમાં દવાઓના ઇતિહાસમાં અશ્વગંધાનો લાંબા સમયથી ઉપયોગ થાય છે. ડૉ. રંગનાયકુલુ ઉમેરે છે કે, "આની ઓળખ લગભગ 3000-4000 વર્ષ પહેલાં કરવામાં આવી હતી.'
અશ્વગંધાના ફાયદા
- સારું રોગપ્રતિકારક છે.
- આયુષ્યમાં વધારો કરે છે.
- શક્તિ વધે છે.
- જો સૂવાના સમય પહેલાં દૂધ સાથે લેવામાં આવે તો તે અનિદ્રાને દૂર કરે છે.
- તે એક કાયાકલ્પ કરનાર છે અને દુર્બળતા દૂર કરે છે
- તે પીડાને ઓછી કરે છે.
- તે પુરુષોમાં વીર્યની ગુણવત્તા સુધારે છે.
- એનર્જી અને સ્ટેમિનામાં સુધારો કરે છે.
- ચિંતા અને તણાવ દૂર કરવામાં મદદ કરે છે.
અશ્વગંધા અને કોવિડ-19