મંત્રિમંડળ વેતન સંહિતા બીલને આગળના મહીનામાં મંજૂરી આપી શકે છે. શ્રમ મંત્રાલય આ બીલને સંસદના સત્રમાં પસાર કરાવવા માગે છે.
બીલમાં જોગવાઈ કરવામાં આવી છે કે કેંન્દ્ર સરકાર રેલ્વે અને ખનન સહીત કેટલાક વિસ્તારો માટે ઓછી મંજૂરી નક્કી કરશે. જ્યારે રાજ્ય અન્ય શ્રેણીના રોજગારો માટે ઓછામાં ઓછી મજૂરી નક્કી કરવા સ્વતંત્ર છે.
બીલના ડ્રાફ્ટમાં જણાવ્યું છે કેે ઓછી મજૂરીમાં દર પાંચ વર્ષે સંશોધન કરવામાં આવશે. આ મહીનાની શરૂઆતમાં, ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રાલયની બેઠક બાદ શ્રમ પ્રધાન સંતોષ ગંગવારે જણાવ્યુ કે તેનુ મંત્રાલય સંસદના ચાલૂ સત્રમાં આ બીલને પસાર કરવાનો પ્રયાસ કરશે.
આ બેઠકમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ તથા વાણિજ્ય અને રેલ્વે પ્રધાન પીયુષ ગોયલ પણ ઉપસ્થિત રહ્યા હતા.