ગ્રીન એક્ટિવિસ્ટ અને માછીમાર સમુદાયે PMO કાર્યાલયને અરજી કરી હતી કે, મુંબઈ- અમદાવાદ હાઈ સ્પીડ ટ્રેન માટે જે 54 હજાર મેંગ્રોવ વૃક્ષનો વિનાશ થવાનો છે તેને રોકવામાં આવે.
આ ગ્રીન કાર્યકર્તાએ 25 જૂનના રોજ પીએમઓ કાર્યાલયમાં સંપર્ક કર્યો હતો. આ અંગે પીએમઓએ તુરંત જ જવાબ આપી જણાવ્યું હતું કે, આ અંગેની અરજી પર્યાવરણ વિભાગને મોકલી આપવામાં આવી છે તથા જે પણ કાર્યવાહી હશે તે અંગેનો રિપોર્ટ આવ્યા બાદ જણાવામાં આવશે.
કાર્યકર્તાઓએ મહારાષ્ટર્ના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ સંપર્ક કર્યો હતો અને આ વૃક્ષને બચાવવા અરજી કરી હતી. આ કાર્યકર્તાઓએ મુખ્યપ્રધાનને જણાવ્યું હતું કે, આપણે મુંબઈમાં આવેલા આઝાદ મેદાન જેટલા વિસ્તારના વૃક્ષોને ખોઈ નાખવા જઈ રહ્યા છીએ. તેમણે આ વૃક્ષને નષ્ટ કરવા કરતા અન્ય વિકલ્પ શોધવા આજીજી કરી છે.
NHRCLના મેનેજિંગ ડિરેક્ટર અચલ ખરેએ એક નિવેદનમાં કહ્યું કે પહેલા 53,000 મૈગ્રોંવ જંગલના વૃક્ષો કાપવામાં આવનારા હતા, પરંતુ નવી ડિઝાઈન પછી લગભગ 32,044 વૃક્ષોને જ અસર થશે.
તેમણે વધુમાં કહ્યું કે, "વન્યજીવ, જંગલ અને રેગ્યુલેશન ઝોન પાસેથી તમામ મંજૂરીઓ લઈ લેવામાં આવી છે." વનવિભાગે કેટલીક શરતોને આધિન મંજૂરી આપી છે. પર્યાવરણ વિભાગે ઠાણા સ્ટેશનની ડિઝાઈનની સમીક્ષા કરી પ્રભાવિત વિસ્તારમાં ઘટાડો કરવાની શરત રાખી છે. અમે ઠાણા સ્ટેશનની સ્થિતિ બદલ્યા વિના મૈંગ્રોવ વિસ્તાર ઓછો પ્રભાવિત થાય તેમ કરવા ઈચ્છીએ છે. જાપાનના એન્જીનીયરો સાથે આ ચર્ચા કરી તે મૂજબ બદલાવ કર્યા છે.
વધુમાં તેમણે કહ્યું કે NHRCL મેનેડિંદ ડિરેક્ટરે કહ્યું કે યાત્રાળુ પરિસર પાર્કિંગ વિસ્તાર જેવું છે. "સ્ટેશનની પરિસ્થિતિ એ જ છે પરંતુ ફરીથી ડિઝાઈન કર્યા બાદ મૈંગ્રોવ વિસ્તારના પૂર્વના 12 હેક્ટરની સરખામણીમાં હવે ફક્ત ત્રણ હેક્ટર જમીન પ્રભાવિત થશે."
તેમણે કહ્યું કે, અમે આ રીતે 21,000 મૈંગ્રોવ વૃક્ષઓને કપાતા અટકાવી દીધા છે. હવે આખી યોજનામાં ફક્ત 32,044 વૃક્ષો પ્રભાવિત થશે. જે અગાઉ 53,000 વૃક્ષો પ્રભાવિત થતા હતા.
ખરેએ કહ્યું કે NHRCL મૈંગ્રોવના પ્રતિ વૃક્ષ માટે મૈગ્રોવ વિભાગે 1ઃ 5ની ગુણવત્તામાં વળતર જમા કરવામાં આવશે. બાદમાં વિભાગ ફરીથી વનીકરણ કરશે.32,044 વૃક્ષો કપાશે તેની સામે 1,60,220 છોડવાનું વૃક્ષારોપણ કરાશે.