અધિકારીઓના જણાવ્યા અનુસાર, રવિવારના રોજ આસામ રાયફલ્સના સૈનિકોએ રસ્તા સ્થિત રેસ્ટોરન્ટ-રહેણાંક મકાનોમાં પાર્ટી કરી રહ્યા હતા. ભારે વરસાદને લીધે આ ઈમારત અચાનક ધરાશાઈ થઈ ગઈ હતી. વન પ્રધાન ગોવિંદ સિંહ ઠાકુરે આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેઓએ કહ્યું કે, રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. ડીસી સોલાને દુર્ઘટનાને લઈ પૂરી જાણકારી લીધી છે. તેઓએ કહ્યું હતું કે, શિમલાથી લગભગ 55 કિલોમીટર દૂર કુમારહટ્ટી-નહન માર્ગ પર સ્થિત ઈમારતમાં સૈનિકો અને નાગરિકો હાજર હતા.
હિમાચલમાં ઈમારત ધરાશાઈ, 13 સૈનિક અને 1 નાગરિકનું મોત
શિમલા: હિમાચલ પ્રદેશના કુમારહટ્ટી નગરમાં વરસાદને કારણે 4 માળની એક ઈમારત ધરાશાઈ થઈ છે. ઈમારત ધરાશાઈ થવાથી તેમાં અંદાજે 1 નાગરિક અને 13 સૈનિકના મોત થયા છે. જો કે, 35 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જાણવામાં આવી રહ્યું છે કે, આ ઈમારતના છઠ્ઠા માળે હજુ પણ લોકો ફસાયેલા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સેના અને રાજ્ય પોલીસના બચાવ અભિયાન 16 કલાકથી શરૂ કરાયું છે. આ દરમિયાન 23 સૈનિકો અને 12 નાગરિકોને બચાવવામાં આવ્યા છે. મૃતકોની યાદીમાં આ ઈમારતના માલિકની પત્ની અર્ચના પણ છે.
Himachal
હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે આશા વ્યક્ત કરી છે કે, થોડાક કલાકોમાં રાહત અને બચાવ કાર્ય પૂરું થઈ જશે. તેઓએ કહ્યું કે ઘટનાની તપાસ કરાવવામાં આવશે. તેમજ તેઓ ઘટનાસ્થળની પણ મુલાકાત લેશે. કે.સી. ચમને કહ્યું કે, કાટમાળમાં ફસાયેલ લોકોને કાઢવા માટેના પગલાઓ લેવામાં આવી રહ્યા છે. તેમજ ઘાયલોને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈમારત ધરાશાઈ થવા પર સ્થાનિક લોકોએ ઇમારતોને બનાવનાર તેમજ ઈમારતને મંજૂરી આપનાર નિયમોનું ઉલ્લંઘન કરનારે જવાબદાર ગણાવ્યા છે.
Last Updated : Jul 15, 2019, 2:52 PM IST