તો આ બાજુ તેની સાથી પાર્ટી સમાજ વાદી બીજા નંબરે છે. તેમની પાસે અલગ અલગ ખાતામાં 471 કરોડ રુપિયા છે. પાર્ટીનું કેશ ડિપોઝીટ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણામાં હાલમાં જ થયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન 11 કરોડ રુપિયા ઘટ્યા છે. કોંગ્રેસ આ યાદીમાં ત્રીજા નંબરે છે. જેની પાસે 196 કરોડ બેંક બેલેન્સ છે. જો કે, આ માહિતી ગત વર્ષે 2 નવેમ્બરે ચૂંટણી પંચને આપેલી જાણકારી પર આધારિત છે. પાર્ટીએ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જીત્યા બાદ પોતાની પાર્ટીનું અપડેટ આપ્યું છે.
બેંક બેલેન્સમાં ભાજપ કરતા પણ સૌથી મોખરે છે બસપા, જાણો અન્ય પાર્ટીઓની હાલત - bjp
નવી દિલ્હી: કેન્દ્રની સાથે સાથે અન્ય કેટલાય રાજ્યોમાં સત્તામાં બેઠેલી ભાજપ નહીં પણ બહુજન સમાજ પાર્ટી સૌથી અમીર છે. આ ખુલાસો ચૂંટણી પંચને આપવામાં આવેલી માહિતીમાં થયો છે. 2014માં પોતાની પાર્ટીનું ખાતું પણ ન ખોલાયેલી પાર્ટી પાસે કેશમાં 95.54 લાખ છે. બસપા તરફથી 25 જાન્યુઆરીએ ચૂંટણી પંચને આપેલી માહિતી અનુસાર NCRના સરકારી ખાતામાં હાલના 8 ખાતામાં 669 કરોડ ડિપોઝીટ છે.
file photos
આ તમામ આંકડાઓ કરોડમાં સંખ્યા છે....
પાર્ટી | ઓક્ટો.2018 | ચૂંટણી સમયની આવક(વિધાનસભા) | ડિસે.2018 |
ભાજપ | 66 | 342 | 83 |
કોંગ્રેસ | 136 | 77 | 196 |
સપા | 482 | 3 | 471 |
ટીડીપી | 73 | 36 | 107 |
સીપીએમ | 5 | 10 | 3 |
આપ | 3 | 4 | 3 |
બસપા | 665 | 24 | 670 |
ભાજપે આ યાદીમાં સ્થાનિક પાર્ટીઓએ પાછળ રાખી દીધી છે ટીડીપી બાદ પાંચમાં નંબરે છે. ભાજપ પાસે 82 કરોડ બેંક બેલેન્સ છે જ્યારે ટીડીપી પાસે 107 કરોડ રુપિયા છે. ભાજપનો દાવો છે કે, 2017-18માં કમાયેલા 1027 કરોડમાંથી 758 કરોડ ખર્ચ કરી નાખ્યા છે. જે અન્ય પાર્ટીએ કરતા સૌથી વધારે છે.
Last Updated : Apr 15, 2019, 1:29 PM IST