જયપુર. બહુજન સમાજ પાર્ટીએ શુક્રવારથી શરૂ થતા વિધાનસભા સત્ર માટે એક વ્હિપ જાહેર કર્યો છે. BSPએ તે 6 ધારાસભ્યોને આ વ્હિપ જારી કર્યો છે, જે કોંગ્રેસમાં જોડાયા છે. વ્હિપમાં ધારાસભ્યોને વિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન કોંગ્રેસ વિરુદ્ધ મત આપવા સૂચના આપવામાં આવી છે. વ્હિપમાં લખ્યું છે કે, ધારાસભ્યો જો વ્હિપનું ઉલ્લંઘન કરશે તો તેમનું સભ્યપદ ગુમાવી દેશે.
BSPના રાષ્ટ્રીય મહામંત્રી સતીષ મિશ્રાએ વ્હિપ જાહેર કર્યું છે. વ્હિપમાં તમામ 6 ધારાસભ્યોને 10મી અનુસૂચિના પેરા 2 (1)A હેઠળ શુક્રવારે થનારા વિશ્વાસના મતમાં કોંગ્રેસ વિરુદ્ધ મત આપવા માટે આદેશ આપવામાં આવ્યો છે. તેમાં સ્પષ્ટ લખ્યું કે, જો ધારાસભ્યો વ્હિપનું ઉલ્લંઘન કરે તો તેઓ તેમનું સભ્યપદ ગુમાવી દેશે. ઉલ્લેખનીય છે કે, BSP ધારાસભ્યોનું કોંગ્રેસમાં વિલીનીકરણનો મામલો હજૂ કોર્ટમાં ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બન્નેમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે.