આ શ્રેણીમાં જોઈએ તો તાજી ઘટના ઉત્તરપ્રદેશના ફતેહપુર સીકરીથી સામે આવ્યો છે. ફતેહપુર સીકરીથી સપા-બસપા ગઠબંધનના ઉમેદવાર ભગવાન શર્મા ઉર્ફે ગુડ્ડૂ પંડિતે કોંગ્રેસના ઉમેદવાર રાજ બબ્બરને ચંપલથી મારવાની સોગંધ લીધા છે. ગુડ્ડૂ પંડિત જાહેરમાં ઉત્તરપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને ફતેહપુર સીકરીના ઉમેદવાર રાજ બબ્બરને અપશબ્દો કહ્યા હતા.
બસપા ઉમેદવારનું વિવાદિત નિવેદન, કહ્યું- રાજ બબ્બરને ચપ્પલથી મારીશ - bsp
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં વોટ લેવા માટે નેતાઓ એકદમ વાહિયાત નિવેદન પર ઉતરી આવતા હોય છે. વિવાદાસ્પદ નિવેદનને લઈને ઉત્તરપ્રદેશના ચાર વરિષ્ઠ નેતાઓ પર ચૂંટણીપંચે કાર્યવાહી કરી છે. તેમ છતા પણ નેતાએ હજુ સુધરવાનું નામ લેતા નથી. વોટ લેવા માટે હજુ સુધી પણ નેતાઓ અપશબ્દોનો ઉપયોગ કરવામાં સંકોચ કરતા નથી.
guddu pandit
ફતેહપુર સીકરી લોકસભા વિસ્તારમાં બીજા તબક્કામાં 18 એપ્રિલે મતદાન થવાનું છે. મંગળવારે સાંજના 5 કલાકે ફતેહપુર સીકરીમાં પ્રચાર પડઘમ શાંત થઈ જશે. જણાવી દઈએ કે, ઉત્તરપ્રદેશમાં કુલ 80 લોકસભા બેઠક પર 7 તબક્કામાં ચૂંટણી યોજાવાની છે.