ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CPM નેતા વૃંદા કરાતે ઉત્તર-પૂર્વી દિલ્હીમાં હિંસા મામલે ખખડાવ્યા દિલ્હી હાઇકોર્ટના દ્વાર - latest news of delhi

કોમ્યુનીસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના નેતા વૃંદા કરાતે ઉત્તર-પૂર્વી દિલ્હીમાં હિંસા મામલે પકડાયેલા નેતાઓની યાદી સાર્વજનિક કરવાની માગ સાથે દાખલ કરાયેલી અરજી પર જલ્દી સુનાવણી કરવા માટે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે. જેના પર આગામી 12 મે ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

સીપીએમ નેતા વૃંદા કરાતે ઉત્તર-પૂર્વી દિલ્હીમાં હિંસા મામલે ખખડાવ્યા દિલ્હી હાઇકોર્ટના દ્વાર
સીપીએમ નેતા વૃંદા કરાતે ઉત્તર-પૂર્વી દિલ્હીમાં હિંસા મામલે ખખડાવ્યા દિલ્હી હાઇકોર્ટના દ્વાર

By

Published : May 9, 2020, 4:57 PM IST

નવી દિલ્હી: કોમ્યુનીસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના નેતા વૃંદા કરાતે અગાઉ અરજી કરી હતી કે ઉત્તર-પૂર્વી દિલ્હીમાં હિંસા મામલે પકડાયેલા નેતાઓની યાદી પોલીસ કંટ્રોલ રૂમ અને પોલીસ સ્ટેશનની બહાર મૂકવામાં આવે. આ કેસમાં દરેક અપડેટ હોવી જોઈએ. આ અરજી અંગે તાકીદની સુનાવણીની માંગ સાથે કહેવામાં આવ્યું છે કે, લોકડાઉનમાં આખો દેશમાં કોરોના સંકટનો સામનો કરી રહ્યો છે. તેમ છતા દિલ્હી પોલીસ તોફાનોને લગતી એફઆઈઆરની તપાસ કરી રહી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે ગૃહમંત્રાલયે દિલ્હી પોલીસને સૂચના આપી હતી કે તપાસ ધીમી ન થવી જોઈએ અને ધરપકડ ચાલુ રહેવી જોઇએ. આને કારણે, લોકડાઉનનાં પહેલા બે અઠવાડિયામાં આશરે પચાસ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

જ્યારે કોર્ટ મર્યાદિત સમય માટે કાર્યરત હોય તેમજ વકીલો ઉપલબ્ધ ન હોય ત્યારે પોલીસે પણ કાયદા અનુસાર કાર્યવાહી કરવી જોઈએ. દિલ્હી પોલીસે લોકોની સલામતી, આરોગ્ય અને મૂળભૂત અધિકારની કાળજી લેવા માટે ક્રિમિનલ પ્રોસિજર કોડનું પાલન કરવું જોઈએ.

તપાસ દરમિયાન લોકોને તેમના પરિવારના સભ્યોને મળવાની છૂટ આપવામાં આવી રહી નથી અને પોલીસ પકડાયેલા લોકોની પુરી માહિતી પણ આપી રહી નથી. અરજીમાં આરોપીઓના પરિવારજનોને ઈ-મેલ, વ્હોટ્સએપ અથવા પોસ્ટ વગેરે દ્વારા ઉપલબ્ધ કરાવવા માર્ગદર્શિકા જારી કરવી જોઈએ. એફઆઈઆર, કસ્ટડી માટે અરજી, કોર્ટનો આદેશ, ધરપકડનું કારણ અને ચાર્જશીટની નકલ વગેરે. તથા 24 માર્ચથી લોકડાઉન સુધીના રમખાણો માટે પોલીસે જે લોકોની ધરપકડ કરી છે તેનો ખુલાસો કરવો જોઇએ.

ABOUT THE AUTHOR

...view details