ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારત અને બ્રાઝિલ વચ્ચે 15 સમજૂતી પર હસ્તાક્ષર

ભારત અને બ્રાઝિલ વચ્ચે 15 કરાર પર હસ્તાક્ષર કરાયાં છે. જેમાં કેટલાંક મહત્વના મુદ્દાઓ સામેલ કરાયા છે. નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ બોલસોનારો 24થી 27 જાન્યુઆરી સુધી ભારતના પ્રવાસે રહેશે. તે દરમિયાન તેઓ 26 જાન્યુઆરી 2020ના રોજ ભારતના 71 પ્રજાસત્તાક દિવસે આયોજિત પરેડના મુખ્ય મહેમાન રહેશે.

Pm mody
Pm mody

By

Published : Jan 25, 2020, 3:13 PM IST

નવી દિલ્હીઃ બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો અને વડાપ્રધાન મોદી વચ્ચે MOUની આપ-લે કરાઈ હતી. જેમાં સાઈબર સુરક્ષા, બાયોએનર્જી અને સ્વાસ્થ્ય સંબંધિતના વિષયો સામેલ કરાયા છે.

વડાપ્રધાન મોદીએ આ અંગે જણાવ્યું હતું કે, "પ્રજાસત્તાક દિવસે થનાર પરેડમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો વિશેષ અતિથિ તરીકે હાજર રહેવાના છે. તે બદલ હું તેમનો આભાર માનું છું કે, તેમને આપણું આમંત્રણ સ્વીકાર્યુ. "

ઉલ્લેખનીય છે કે, બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો રાષ્ટ્રપતિ ભવન પહોચ્યાં હતાં. જ્યાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અને વડાપ્રધાન મોદીએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલસોનારો 24થી 27 જાન્યુઆરી સુધી ભારતના પ્રવાસે રહેશે. તે દરમિયાન તેઓ 26 જાન્યુઆરી 2020ના રોજ ભારતના 71 પ્રજાસત્તાક દિવસે આયોજિત પરેડના મુખ્ય મહેમાન રહેશે. 27 જાન્યુઆરીએ તેઓ ભારત અને બ્રાઝિલના વ્યાપાર મંચમાં બંને દેશના વેપારીઓનું સંબોધન કરશે.

વિદેશ મંત્રાલયના જણાવ્યાંનુસાર, ભારત અને બ્રાઝિલ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. જેને દ્વિ-પક્ષીય વ્યવહારોમાં રૂપાતંર કરીને બંને દેશને આર્થિક રીતે મજબૂત કરવાનો પ્રયાસ કરાયો છે.

ABOUT THE AUTHOR

...view details