જબલપુર: કોરોના વાયરસને પહોંચી વળવા દેશના પ્રતિષ્ઠિત બ્રહ્મોસ એરસ્પેસે જબલપુર વહીવટ તંત્રને તબીબી કર્મચારીઓ માટે 500 PPI કીટ અને 2,500 N-95 માસ્ક આપ્યા છે. આ સિવાય સરકારી હોસ્પિટલ માટે OPD અને 30 થર્મલ સ્કેનર પણ આપ્યા છે.
કોરોના સામે લડત: બ્રહ્મોસ એરસ્પેસ આપ્યા PPI કીટ અને N-95 માસ્ક
કોરોના વાયરસને પહોંચી વળવા દેશના પ્રતિષ્ઠિત બ્રહ્મોસ એરસ્પેસે જબલપુર વહીવટ તંત્રને તબીબી કર્મચારીઓ માટે 500 PPI કીટ અને 2,500 N-95 માસ્ક આપ્યા છે.
કોરોના સામે લડત: બ્રહ્મોસ એરસ્પેસ આપ્યા PPI કીટ અને N-95 માસ્ક
મધ્યપ્રદેશના જનસંપર્ક વિભાગના એક અધિકારીએ મંગળવારે કહ્યું કે, 'આ તમામ સામગ્રી બ્રહ્મોસ એરસ્પેસ દ્વારા જબલપુર કલેક્ટર ભરત યાદવે રેડ ક્રોસ સોસાયટીના સેક્રેટરી આશિષ દીક્ષિતને આપી હતી.
આ સહાય બદલ જબલપુર કલેક્ટરે બ્રહ્મોસ એરસ્પેસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડો. સુધીરકુમાર મિશ્રનો આભાર માન્યો હતો. આ અંગે મિશ્રએ કહ્યું કે, જરૂર પડે તો બ્રહ્મોસ એરસ્પેસ જબલપુરને વધુ સહાય પણ પૂરી પાડશે.