આ સન્માન વિશે વાત કરતા અભિનેતા જણાવે છે કે, 17માં નોર્વેમાં આયોજીત બોલીવૂડ ફેસ્ટીવલમાં પોતાના કામને લઈ એવોર્ડ મળશે. હું એ તમામનો આભારી છું, જેણે મારા કામને પસંદ કર્યું છે, મારી સફળતામાં યોગદાન આપ્યું છે. હું દર્શકો સાથે વાતચીત પણ કરવા માગુ છું.
બોમન ઈરાનીને મળશે નોર્વેમાં ખાસ સન્માન ! - બોમન ઈરાની
મુંબઈ: હિંદીમાં ફિલ્મોમાં પોતાની શાનદાર એક્ટીંગથી દર્શકોના દિલ જીતનારા એક્ટર બોમન ઈરાનીને 17માં નોર્વે બોલીવૂડ ફેસ્ટીવલમાં સ્પેશિયલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
file
બોમન ઈરાની પોતાની શાનદાર ફિલ્મોમાં જાણીતા છે. જેમાં મુન્નાભાઈ સીરીઝ, 3 ઈડિયટ્સ અને ગોલ જેવી ફિલ્મો સામેલ છે. બોમન અહીં ફેસ્ટીવલમાં 1 હજારથી પણ વધું સિનેમાપ્રેમીઓ સાથે ઈંન્ટરેક્ટીવ સેશન કરશે. આ ઈવેન્ટ 6 સપ્ટેમ્બરના રોજ ઑસ્લોમાં યોજાશે.
હાલમાં વર્કફ્રન્ટમાં બોમન પાસે અનેક ફિલ્મો છે. જેમાં કબીર ખાનની-83, તરુણ મનસુખાનીની ડ્રાઈવ અને હાઉસફુલ-4 સામેલ છે.