દેશભરમાં આઝાદીનો જશ્ન ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. દરેક, બાળકો અને વડીલો, આઝાદીના આ 73માં પર્વ પર ભાગ લઈ રહ્યાં છે. શાળા, કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે લોકો સોશિયલ મીડિયા પર પણ તિરંગા સાથે સેલ્ફી શેર કરી રહ્યાં છે. આઝાદીની આ ઉજવણીમાં બોલિવૂડ સ્ટાર્સ પણ પાછળ રહ્યાં નથી. જાણો આ પ્રસંગે કયા સેલિબ્રિટીએ સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી.
સ્વતંત્રતા દિવસ નિમિત્તે બોલીવૂડ સ્ટાર્સએ આપી દેશવાસીઓને શુભેચ્છા - સ્વતંત્રતા દિવસની શુભેચ્છા
મુંબઇ: સમગ્ર દેશ આજે આઝાદીનો પર્વ મનાવી રહ્યો છે.ત્યારે બોલીવૂડ સ્ટાર્સે પણ આ પર્વ પર શુભેચ્છાઓ પાઠવી હતી. બોલીવૂડના કલાકારો હંમેશા સંકટના સમયે દેશની સાથે એકજૂટ થઈને રહે છે. પછી ભલે પૂરની સ્થિતિ હોય કે દેશની રક્ષામાં બલિદાન થઈ ગયેલા સૈનિકોનો પરિવાર હોય. અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, એશ્વર્યા રાય બચ્ચન, આમિર ખાન, ટાઇગર શ્રોફ, કાર્તિક આર્યન અને રણબીર કપૂર સહિત બોલીવૂડના ઘણા કલાકારો સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક સાથે આવ્યા છે.
સ્વતંત્રતા પર્વની બોલીવુડ સ્ટાર્સએ આપી શુભેચ્છાઓ
અમિતાભ બચ્ચન ઉપરાંત અભિનેત્રી કાજોલ સહિતના કલાકારોએ પણ સ્વતંત્રતા દિવસ પર પોસ્ટ કરી લોકોને અભિનંદન પાઠવ્ય હતી.અનુપમ ખેરે આ પ્રસંગે વીડિયો પોસ્ટ કર્યો અને કેપ્શનમાં લખ્યું 'તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામના.
આપણો દેશ શ્રેષ્ઠ દેશ છે. દરેક વ્યક્તિએ એક થવું જોઈએ અને દેશ એક નવી ઉંચાઈ પર લઈને જાય. તમામને સ્વતંત્રતા દિવસની શુભકામના. ભારત માતાની જય. વંદે માતરમ. '