નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઑફ બોડોલેન્ડના ઉદ્દામવાદીઓ હાલમાં જ શરણે આવ્યા છે અને તે સિવાયના ગેરીલાઓએ ગુરુવારે પોતાના શસ્ત્રો સમર્પિત કર્યા હતા. આસામ સરકારને પોતાના શસ્ત્રો સોંપી દઈને તેઓ ભારતીય બંધારણને વફાદાર લેવાના શપથ લેશે. આવા 1,500-2,000 બોડો યુવાનોને ફેબ્રુઆરીના અંત સુધીમાં થાળે પાડવાના છે.
“યુએન ધારાધોરણો તથા રાષ્ટ્રીય નીતિઓ પ્રમાણે ભારત સરકારે બોડો રેજિમેન્ટની રચના કરવા માટે અક્ષમતા દર્શાવી હતી. તેથી અમારા યુવાનોએ પોતાના લક્ષ્ય માટે લડત આપીને ભોગ આપ્યો હતો, તેમને હવે સરકારી નોકરીઓ કે, વ્યવસાય માટે મદદ કરવામાં આવશે. તે માટે ભરતી મેળા કરવામાં આવશે,” એમ NDFBના મહામંત્રી ગોબિન્દ બસુમાતરીએ ઈટીવી ભારતને ફોન પર જણાવ્યું હતું.
સોમવારે કેન્દ્ર તથા આસામ સરકાર અને બોડો જૂથો સાથે સોમવારે કરાર થયા, તેમાં સહી કરનારામાં બસુમાતરી પણ હતા. NDFB, ઑલ બોડો સ્ટુડન્ટ્સ યુનિયન (ABSU) અને યુનાઇટેડ બોડો પિપલ્સ ઓર્ગેનાઇઝેશન (UBPO) સાથે સમજૂતિ કરાર કરાયા છે.
અગાઉ કેટલાક નાગા બળવાખોરોને બીએસએફ, અર્ધલશ્કરી દળો વગેરેમાં ભરતી કરવાનું પૂર્વ ઉદાહરણ ઉપલબ્ધ પણ છે.
દાયકાથી આ યુવાનો સરકાર સામે લડી રહ્યા હતા, તે જ હવે સરકારી તંત્રમાં જોડાય તે રીતે એક સમસ્યાનો ઉકેલ આવશે. 80ના દાયકામાં આસામના પ્રાદેશિક રાજકીય પરિબળો સામે દબાણ માટે ગુપ્તચર એજન્સીઓએ જ બોડો યુવાનોને શસ્ત્રોની તાલીમ આપીને તૈયાર કર્યા હતા તેવા આક્ષેપો થતા રહ્યા છે.