આગામી લોકસભા-2019ની ચૂંટણી સાત તબક્કામાં યોજાવાનીછે. જેનો પ્રારંભ11 એપ્રિલથી થશે અને 19 મેના દિવસેપૂર્ણ થઈ જશે, તથા23 મેના દિવસે મતગણતરી કરવામાં આવશે.
રેકોર્ડ પર નજર કરીએ તો, આ વખતે વાદળી શાહીની કિંમત 2009ની ચૂંટણીથીત્રણ ગણી વધારે જોવા મળીછે. વર્ષ 2009માં વાદળી શાહીની કિંમત 12 કરોડ રૂપિયા હતીઅને વર્ષ 2014ની ચૂંટણીની સરખામણીમાંઆ વખતે પાકી શાહીની 4.5 લાખ બોટલવધારે મંગાવવામાં આવી છે. દરેક બોટલમાં 10 મિલીલીટર શાહી હોય છે. એક બોટલથી અંદાજે 350 મતદારોને શાહીનું નિશાન લગાવવામાં આવે છે.
મહત્વનું છેકે, વર્ષ 2004 સુધી મતદાનના નિશાન માટે માત્ર એક ડોટ જ કરવામાં આવતુંહતું. જ્યારે વર્ષ 2006થી ચૂંટણી પંચે તેની જગ્યાએ હવે એક સીધી લાંબી લાઈન લગાવવાનો નિર્દેશ કર્યો છે. તેથી શાહીનો વપરાશ વધ્યો છે. દરેક મતદાન મથક પર બે બોટલઆપવામાં આવે છે. સૌથી વધુ શાહીની બોટલઉત્તરપ્રદેશમાં વપરાય છે. જેમાં અંદાજે 3 લાખ બોટલનો ઉપયોગ થાય છે અને સૌથી ઓછી અંદાજે 200 બોટલનોલક્ષદ્વીપમાં ઉપયોગ થાય છે.
મૈસુર પેઈન્ટ્સ એન્ડ વોર્નિંસની બનાવેલી શાહી પહેલી વાર વર્ષ 1962માં ઉપયોગ કરવામાં આવીહતી. તે સમયે 3.74 લાખ બોટલને 3 લાખ રૂપિયામાં મંગાવાઈ હતી. ભારત ઉપરાંત અંદાજે 30 દેશોમાં આ શાહીનો ઉપયોગ થઈ રહ્યો છે. આ શાહીનો ઉપયોગ વર્ષ 2016માં નોટબંધી પછી કરવામાં આવ્યોહતો.