ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રામલાલની જગ્યાએ બીએલ સંતોષને BJP સંગઠનના મહાસચિવ બનાવાયા - Ramlal

ન્યૂઝ ડેસ્ક: ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત મહાસચિવ બીએલ સંતોષને પક્ષ સંગઠનના મહાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રામલાલની જગ્યાએ તેમને ભાજપ સંગઠનના મહાસચિવ બનાવવામાં આવ્યા છે. અગાઉ RSS દ્વારા સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે રામલાલને ફરીથી એકવાર પાર્ટીમાં બોલાવી લીધા છે.

secretary

By

Published : Jul 14, 2019, 8:36 PM IST

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહે નિવેદન બહાર પાડ્યું અને આ માહિતી આપી છે કે, ભાજપના અધ્યક્ષ અમિત શાહે ભાજપના મહાસચિવ બીએલ સંતોષને રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિયુક્ત કર્યા છે. તમને જણાવી દઇએ કે, રામલાલ ભારતીય જનતા પાર્ટીના લગભગ 13 વર્ષથી રાષ્ટ્રીય સંગઠનના મહાસચિવ રહ્યા છે. હાલમાં, રામલાલને RSSના ઓલ ઇન્ડિયા કો-હેડનું સ્થાન આપવામાં આવ્યું છે.

સૌ.ANI

રામલાલ ભાજપ નેશનલ જનરલ સેક્રેટરી ઓફ નેશનલ એસોસિયેશનની પોસ્ટ પરથી પહેલા જ દુર થવા માંગતા હતા, જે માટે તેમણે બે વર્ષ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો હતો. આમાં, તેમણે જણાવ્યું હતું કે, "મેં 11 વર્ષ રાષ્ટ્રીય ભાજપના રાષ્ટ્રીય મહાસચિવની જવાબદારી નિભાવ્યા છે. હવે હું 65 વર્ષનો છું. તેથી, તમારી પાસે અપીલ છે કે આ પોસ્ટની જવાબદારીઓ કોઈ અન્યને સોંપવી જોઈએ જેથી કરીને કાર્ય ઝડપથી થઇ શકે".

ABOUT THE AUTHOR

...view details