લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી પોતાના ચૂંટણી અભિયાનની શરુઆત 24 માર્ચથી કરશે. ચૂંટણી અભિયાનની શરુઆત વિજય સંકલ્પ સભાઓ સાથે કરવામાં આવશે. 24 અને 26 માર્ચે ભાજપ દેશભરમાં 500 જગ્યાઓ પર વિજય સંકલ્પ સભા કરશે. આ સભાઓ લગભગ 480 લોકસભાની સીટ પર આયોજીત કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહ, ગૃહ પ્રધાન રાજનાથ સિંહ દિલ્હી અને યુપીમાં બંને જગ્યાએ અને સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારામન દિલ્હીની બેઠકમાં સંબોધન કરશે. તે સાથે જ ઉમેદવારોના નોમિનેશન દરમિયાન વરિષ્ઠ પાર્ટીના નેતાઓ તેમની સાથે હાજર રહેશે. ઉમેદવારોની નોમિનેશન સાથે વિજય સંકલ્પ વિધાનસભા પણ યોજવામાં આવશે.
તો બીજી તરફ નરેન્દ્ર મોદી 28 માર્ચાના રોજ ઉત્તરાખંડના રુદ્રપુરમાં રેલીને સંબોધિત કરશે. આ અગાઉ 24 તેમજ 26 માર્ચે ઉત્તરાખંડમાં BJPની 7 જનસભાઓ આયોજીત કરવામાં આવશે. લોકસભા ચૂંટણીના સંદર્ભે PM મોદી 28 માર્ચના રોજ ઉત્તરાખંડ જશે અને રુદ્રપુરમાં ઐતિહાસિક રેલીને સંબોધિત કરશે. PMની રેલી પહેલા જાહેર સભાઓ રાજ્યની પાંચ લોકસભા વિસ્તારમાં યોજાશે.