ગુજરાત

gujarat

ETV Bharat / bharat

BJPની વેબસાઈટ થોડીવાર માટે હેક થઈ હતી : રવિશંકર પ્રસાદ

નવી દિલ્હી: મંગળવારે યુનિયન ઇન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજી પ્રધાન રવિ શંકર પ્રસાદે કહ્યું હતું કે, ગયા અઠવાડિયે ભારતીય જનતા પાર્ટીની વેબસાઇટ હેક કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, હાલ આ સાઈટ એક અઠવાડિયાથી મેટેનેંસ મોડમાં પર છે. 'ડિજીટલ ઇન્ડિયા સમ્મિટ'માં પ્રસાદે સરકારની વતી પ્રથમ વખત આ વાતનો સ્વીકાર કર્યો હતો.

ફાઈલ ફોટો

By

Published : Mar 13, 2019, 12:11 PM IST

તેમણે જણાવ્યું હતું કે, "સમાજમાં કેટલાક અસામાજીક તત્ત્વો છે, સાઇટ થોડી મિનિટો માટે હેક થઈ હતી. અમે ટૂંક સમયમાં તેના પર નિયંત્રણ મેળવ્યું છે."

જો કે, પ્રધાને એ નહોતું જણાવ્યું કે, સાઈટ ક્યારે હેક થઈ હતી.

ભાજપની વેબસાઇટ પર આવો સંદેશ છે કે, "અમે ટૂંક સમયમાં પાછા આવીશું. અસુવિધા બદલ દિલગીર છીએ. હાલમાં કેટલુંક મેંટેનેંસનું કામ કરી રહ્યા છીએ. અમે ટૂંક સમયમાં પાછા ઑનલાઇન આવીશું."

ભાજપના આઈટી સેલના વડા અમિત માલવીયાએ ગયા સપ્તાહમાં કહ્યું હતું કે, આ સાઇટ હેક કરવામાં આવી નથી.

માલવિયાએ કહ્યું હતું કે, કેટલીક તકનીકી ખરાબીને કારણે આ સાઈટ ડાઉન થઈ છે, હેક થઈ નથી.


ABOUT THE AUTHOR

...view details