ગુજરાત

gujarat

ETV Bharat / bharat

BJP આજે 250 ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શક્યતા

ન્યૂઝ ડેસ્ક: BJPમાં ટીકિટ વહેંચણીને લઈ મનોમંથન ચાલી રહ્યું છે. હમણા થોડા દિવસોથી ભાજપમાં બેઠકનો દોર ચાલી રહ્યો છે. જે બાદ એવું પ્રતિત થઈ રહ્યું છે કે, આજે 250 ઉમેદવારોના નામને જાહેર કરી શકે છે. એવું પણ અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે, યૂપીમાં મોટો ઉલટફેર જોવા મળશે.

ફાઈલ ફોટો

By

Published : Mar 21, 2019, 5:26 PM IST

આજે લાંબા સમયગાળા બાદ BJP ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. હોળીની ઉજવણી બાદ ટિકીટોની જાહેરાત થઈ શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, BJPના 250 ઉમેદવારોના નામ ફાઈનલ કરી દીધા છે. પ્રથમ યાદીમાં યુપીના લગભગ 35 ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે.

અગાઉ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં યુપીના CM યોગી આદિત્યનાથ સહિત બંને નાયબ મુખ્યપ્રધાન દિનેશ શર્મા અને કેશવ મૌર્ય તેમજ પ્રદેશ ભાજપના અધ્યક્ષ મહેન્દ્ર નાથ પાંડેય પણ હાજર હતા. આ બાબત બાદ એ વાત સામે આવી રહી છે કે, રામપુર લોકસભા બેઠક પરથી જયા પ્રદાને ભાજપ મેદાનમાં ઉતારી શકે છે.

સાથે જ બિહારની તમામ 17 બેઠક માટે પણ BJP ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. જ્યારે મહારાષ્ટ્રની 21 બેઠક પર પણ આજે નિર્ણય આવી શકે છે.

બંગાળના ઉમેદવારોની પસંદગીને લઈને પણ ભાજપની બેઠક થઈ છે. એવું જણાયું છે કે, 42 બેઠકોમાંથી 27 ઉમેદવારોના નામને ફાઈનલ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details