મોંધવારી પર લગામ
- UPA સરકારના કાર્યકાળ દરમિયાન દેશમાં મોંધવારી વધી ગઇ હતી. જેથી ભાજપે વાયદો કર્યો હતો કે, તે મોંધવારી પર નિયંત્રણ લાવશે.
રોજગારી તથા નોકરીનો વાયદો
- 2014માં ભાજપે જાહેરાત કરી હતી કે, યુવાઓને મોટી સંખ્યામાં રોજગારી આપવામાં આવશે. ભાજપે કહ્યું હતું કે, મેન્યુફેક્ચરિંગ તથા પ્રવાસન વિભાગને વેગ આપવામાં આવશે. જેથી રોજગારી વધશે. આમ, યુવાનોને નોકરી પણ મળશે. એમ્પોલયમેન્ટ એક્સચેજોને રોજગારી કેન્દ્રોમાં રૂપાંતરણ કરવાની વાત કરવામાં આવી હતી. સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મુ્દ્રા લોન, સ્કિલ ઇન્ડિયા જેવી યોજનાઓ થકી યુવાઓને રોજગારના અવસરો વધશે તેવા પ્રયાસો કરવામાં આવ્યાં હતાં, પરતું રોજગારના મોર્ચા પર મોદી સરકારની સૌથી વધારે આલોચના થઈ છે. મોદી સરકાર પર આંકડાઓ છૂપાવાનો આરોપ પણ લાગ્યો છે.
કાળુનાણું પાછા લાવવાની વાત
- ભાજપે વાયદો કર્યો હતો કે, દેશમાં ભષ્ટ્રચાર પર અંકુશ લાગાવવામાં આવશે અને કાળુનાણું પાછુ આવશે. ભાજપે એ તંત્ર બનાવાનો વાયદો કર્યો હતો. જેમાં ભષ્ટ્રચાર નહીં થાય. ભાજપે કહ્યું હતું કે, તેઓ વિદેશી બેંકમાં જમા થયેલું કાળુ નાણું પરત લાવશે. કાળુનાણું પરત લાવવા માટે એક ટાસ્ક ફોર્સ બનાવાની વાત પણ કરી હતી. આપરેશન ક્લીન મની, નોટબંધી, બેનામી કાયદાઓમાં રૂપાંતરણ કરી દેશમાં કાળાનાણાં પણ અકુંશ લગાવવાની વાત કરી હતી. સરકાર રચાયા બાદ ટાસ્ક ફોર્સની રચના પણ કરી દેવામાં આવી હતી, પરતું વિદેશમાં રહેલા કાળાનાણાંને પરત લાવવામાં પાર્ટી નિષ્ફળ રહી હતી.
NPAમાં ઘટાડો
- 2014ના ઘોષણા પત્રકમાં ભાજપે કહ્યું હતું કે, એવા પગલા લેવામાં આવશે. જેમાં બેંકમાં NPAમાં ઘટાડો થશે, પરતું આ મોર્ચામાં પણ સરકાર નિષ્ફળ રહી હતી. બેંકોનો NPA સતત વધતો જ રહ્યો હતો. વર્ષ 2014માં દેશમાં બેંકનો કુલ NPA 2.92 લાખ કરોડ રૂપિયા થઇ ગયો હતો. સપ્ટેમ્બર 2016માં બેંકનો કુલ NPA 7.07 લાખ કરોડ રૂપિયા થઇ ગયો હતો. માર્ચ 2018 સુધી દેશમાં બેંકોનો કુલ NAP 10 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે થઇ ગયો હતો. જોકે સપ્ટેમ્બર 2018 સુધી આ ધટીને 9.99 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો હતો.
ટેક્સ વ્યવ્સ્થા તથા GST
- ભાજપે 2014માં પોતાના જાહેરાત પત્રકમાં કહ્યું હતું કે, UPAના ટેક્સથી વ્યપારીઓ દુઃખી થયા હતા. જેથી નિવેશના વાતાવરણ પર નકારાત્મ અસર પડી હતી. ભાજપ તમામ રાજ્ય સરકારોને GST માટે તૈયાર કરશે તથા GSTને અમલમાં મુકશે. ભાજપે આ વાયદાઓ પૂરા કર્યો. દેશમાં GSTને અમલમાં મુકવામાં આવ્યું હતું. જેથી સમગ્ર દેશમાં એક ટેક્સ પ્રક્રિયા શરૂ થઇ ગઇ હતી. જોકે આ પગલાનો વિપક્ષે વિરોધ કર્યો હતો. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે, સરકારે કોઇપણ પ્રકારની તૈયારી વગર જ GST અમલમાં મૂક્યું હતું. જેથી વ્યપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
- UPA સરકારના કાર્યકાળમાં મલ્ટી બ્રાન્ટ રિટેલમાં FDIનો માર્ગ ખોલવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયના વિરોધમાં NDAએ UPA સરકાર પર મલ્ટીનેશનલ કંપનીઓ દબાણમાં આવી હતી. એવા આપેક્ષો કર્યા હતા, પરંતુ સત્તામાં આવ્યા બાદ NDA સરકારે સિંગલ બ્રાન્ડ રિટેલમાં 100 ટકા FDIને મંજૂરી આપી હતી. મલ્ટી બ્રાન્ડના વિસ્તારમાં ભારતીય રિટેલ કંપનીમાં 51 ટકા FDIની અનુમતિ આપવામાં આવી હતી. નિર્માણ વિસ્તારમાં 100 ટકા વિદેશી નિવેશને મંજૂર કરવામાં આવ્યું હતું. આ સિવાય સરકારે એર ઇન્ડિયામાં પણ 49 ટકા FDIની મંજૂરી આપી હતી.
સ્વદેશી, મેક ઇન ઇન્ડિયા તથા બ્રાન્ડ ઇન્ડિયા
- સ્વદેશી, બ્રાન્ડ ઇન્ડિયા તથા મેક ઇન ઇન્ડિયાને વેગ આપવા માટે ભાજપે જાહેરાત પત્રમાં વિવિધ વાયદા કર્યા હતા. જેમાં વ્યાપાર માટે અનુકૂળ વાતાવરણ બનાવાની વાત કરી હતી. પર્યાવરણ મંજુરીની પ્રક્રિયાને પારદર્શી બનાવવાની વાત પણ કરી હતી. ભારતનું નવનિર્માણ કરવા વિવિધ વાયદા કરવામાં આવ્યાં હતાં. રાજ્ય અને કેન્દ્ર સ્તર પર સિંગલ વિન્ડો સિસ્ટમ લાવાની વાત કરવામાં આવી હતી. આ પ્રયત્નોમાં ભાજપ સરકાર સફળ રહી હતી.
- PM મોદીએ શપથ ગ્રહણ કર્યા બાદ સપ્ટેમ્બર, 2014માં મેક ઇન ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાનનો હેતુ ભારતને ડિઝાઇન તથા ઉત્પાદનનું વૈશ્વિક હબ બનાવાનો હતો. આ યોજના લોન્ચ થતા જ ભારતમાં સપ્ટેમ્બર, 2014થી ફેબ્રુઆરી 2016ની વચ્ચે 16.40 લાખ કરોડ રૂપિયા નિવેશ કરવામાં આવ્યાં હતાં. વર્ષ 2045માં ભારત FDIની બાબતમાં વિશ્વનો સૌથી મોટો દેશ બની ગયો હતો. મેક ઇન ઇન્ડિયાના કારણે વર્ષ 2017-18માં ભારતમાં FDI વધીને 62 અરબ ડોલર સુધી પહોંચ્યું હતું.