ભાજપના ધારાસભ્યોની મળેલી એક બેઠકમાં બોલતા કેન્દ્રીય સલાહકાર તથા કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં આ નિર્ણય લેવાયો હતો.
ઓડિશામાં ભાજપ બન્યું નં-2, અમિત શાહ કરશે વિરોધપક્ષના નેતાની જાહેરાત - amit shah
ભુવનેશ્વર: 16મી ઓડિશા વિધાનસભાનું પહેલું સત્ર શરૂ થાય તેના બે દિવસ પહેલા જ ભાજપના નવનિર્વાચિત ધારાસભ્યોએ રવિવારે પાર્ટી અધ્યક્ષ અમિત શાહને ધારાસભ્યોના નેતા પ્રતિપક્ષની જાહેરાત કરવા વિનવણી કરી છે.
ians
ઓડિશા વિધાનસભામાં ભાજપ હાલની ચૂંટણીમાં નંબર-2 બન્યું છે જ્યાં સત્તાધારી પાર્ટી બીજદ વિનર બની છે અને તેમણે 111 સીટ પર જીત મેળવી છે જ્યારે ભાજપ પાસે 23 ધારાસભ્યો છે. તેથી તેઓ વિપક્ષમાં બેસશે.
ઓડિશા ભાજપના અધ્યક્ષ બસંત પાંડાએ બેઠક બાદ જણાવ્યું હતું કે, વિરોધપક્ષના નેતાની વરણી થઈ ગઈ બસ તેની જાહેરાત પાર્ટી અધ્યક્ષ અમિત શાહ તેમના નામની જાહેરાત કરશે.