જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. મધ્યપ્રદેશમાં રાજ્યસભાની ઉમેદવારીની જાહેરાત કરી દેવામાં આવી હતી. ત્યારે રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે મધ્યપ્રદેશમાંથી બે નામ જાહેર કર્યા છે. જેમાં બિહારથી કોંગ્રેસને છોડી આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયા અને બિહારથી સીપી ઠાકુરના પુત્ર વિવેક ઠાકુરને ટિકીટ આપી છે.
કોંગ્રેસ છોડી આવેલા સિંધિયાને ભાજપની ભેટ, મધ્યપ્રદેશથી રાજ્યસભાના ઉમેદવાર બનાવાયા
રાજયસભાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાંથી રાજયસભાના ઉમેદવારોની જાહેરાત કરી છે. ગુજરાતમાંથી ભાજપે રમીલાબેન બારા અને અભય ભારદ્વાજને ટિકિટ ફાળવી છે. જ્યારે મધ્યપ્રદેશમાં કોંગ્રેસ છોડી ભાજપનો કેસરિયો ધારણ કરનારા દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને ટિકિટ આપી છે.મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની ત્રણ સીટો માટે 26 માર્ચે ચૂંટણી યોજાવાની છે.
સિંધિયા આજે ભાજપમાં વિધિવત રીતો જોડાયા ત્યારે કહ્યું કે, મારા જીવનમાં બે તારીખ ખૂબ જ મહત્વની છે. તેમાંથી પહેલી 30 સપ્ટેમ્બર 2001 જે દિવસે મેં મારા પિતાને ગુમાવ્યા હતા. બીજી તારીખ 10 માર્ચ 2020 જે દિવસે મેં જીવનમાં એક મોટો નિર્ણય લીધો છે.ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક ગઈકાલે ધૂળેટીના દિવસે મળી હતી. જે બેઠક ભાજપના પ્રમુખ જે પી નડ્ડાની આગેવાનીમાં મળી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, ગૃહપ્રધાન અમિત શાહ, ઉદ્યોગપ્રધાન નિતીન ગડકરી અને કેન્દ્રીય ચૂંટણી સમિતીના તમામ સભ્યો ઉપસ્થિત હતા.