ઉત્તરાખંડના ભાજપ ધારાસભ્યનો વિડીયો જોયો તમે ? પ્રજાના સેવકના શોખ તો જુઓ - weapons
દેહરાદૂન: પોતાના શોખોના કારણે ચર્ચામાં રહેતા ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના ખાનપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ ચૈંપિયનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ચૈંપિયન કોઈની સાથે મારામારી નહીં, પણ નશાની હાલતમાં હથિયારો સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. એક હાથમાં બંદુક તો બીજા હાથમાં પિસ્ટલ જોવા મળી હતી.
આટલું જ નહિં આ વિડીયોમાં તેઓ અભદ્ર ભાષાનો પણ પ્રયોગ કરી રહ્યા છે. વીડિયોમાં તેમની સાથે બીજા બે લોકો પણ દેખાઇ રહ્યા છે.તો આ વીડિયોમાં તેઓ "લાંબા લાંબા ઘૂંઘટ કાહે કો ડાલા" ગીત પર ડાન્ય પણ કરતા જોવા મળ્યા હતા. તો આ સાથે જ તેમના સમર્થકો તેમની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે. જેમાં સાંભળવા મળી રહ્યું છે કે, સમગ્ર ઉત્તરાખંડમાં ફક્ત આપ જ આ કરી શકો છો. જે બાદ ધારાસભ્ય પ્રણવ બોલે છે કે, ઉત્તરાખંડમાં જ નહીં સમગ્ર દેશમાં આવું કોઈ નથી કરી શકતું. રાજ્યમાં તેઓ ધારાસભ્ય છે. જે જનતા દ્વારા તેઓ ચૂંટાઈને ત્યા બેઠા છે તે જ જનતાને તેઓ અભદ્ર ભાષા બોલી રહ્યા છે. જે આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે.