શનિવારે રાત્રે ભોપાલ કોર્ટે તેની જામીન મંજુર કરી હતી. જેલથી બહાર આવ્યા બાદ તેણે જણાવ્યું કે તે ઇચ્છે છે કે ગરીબોની મદદ થાય, બધા જ ખુશ રહે. જેને લઇને તે હંમેશા આગળ રહેશે. આ ઉપરાંત દુર્વ્યવહારી ધારાસભ્યએ જેલમાંથી છુટ્યા બાદ પોતાના ગેરવર્તણુકને યથાવત રાખતા કહ્યું હતું કે ભગવાનને હું પ્રાર્થના કરુ છું કે મને બીજીવાર બેટિંગ કરવાનો મોકો ન મળે. ભાજપા રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના પુત્ર આકાશ ઇંન્દોર-3 ના ધારાસભ્ય છે.
બેટીંગ કરનારા ભાજપના આકાશ વિજયવર્ગીયને જામીન મળ્યા
ઇંન્દોર: નિગમ અધિકારીની સાથે મારપીટના આરોપમાં જેલમાં બંધ મધ્યપ્રદેશના ભાજપાના ધારાસભ્ય આકાશ વિજવર્ગીયને ઇંન્દોર જેલમાંથી જામીન મળી ગયા છે. જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ આકાશ ઘર તરફ જવા રવાના થયો હતો.જેલમાં ગયા બાદ પણ આકાશના સ્વભાવ કોઈ ખાસ ફેર જોવા નહોતા મળ્યો, તેણે એમ પણ કહ્યું હતું કે, ભગવાન કરે ફરી વાર બેટીંગ કરવાનો મોકો ન મળે !
આખરે ભાજપા ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયને મળ્યા જામીન
આકાશના જામીન બાદ તેના સમર્થકોએ ઇંન્દોરમાં એક રેલીનું આયોજન કર્યુ હતું. બુધવારે નિગમના અધિકારીઓ સાથે મારપીટના કેસમાં ધારાસભ્ય આકાશને પોલિસે ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યો હતો. ત્યાર બાદ તેને 14 દિવસ સુધી જેલમાં મોક્લ્યો હતો. આકાશ ઇંન્દોર જેલમાં બંધ છે અને શનિવારે તેને જામીન મળ્યા બાદ તે છુટ્યો હતો.