છત્તીસગઢમાં નકુલનાર નજીક BJP ધારાસભ્ય ભીમા મંડાવીના કાફલા પર નક્સલીઓએ હુમલો કર્યો હતો. જ્યારે ભીમા મંડાવી સભામાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે નકસલીઓએ ભીમા મંડાવીના કાફલાની ગાડીને નિશાન બનાવી બ્લાસ્ટ કર્યો હતો. 11મી એપ્રિલે છતીસગઢમાં ચૂંટણી યોજાવાની છે.
છત્તીસગઢમાં નકસલી હુમલામાં ભાજપના ધારાસભ્યનું મોત, 5 જવાન શહીદ
છત્તીસગઢ: લોકસભા ચૂંટણી પહેલા છત્તીસગઢના દંતેવાડામાં મોટો નકસલી હુમલો થયો છે. નકુલનાર નજીક નકસલ પ્રભાવિત વિસ્તારમાં નકસલીઓએ BJP ધારાસભ્ય ભીમા મંડાવીના કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં ધારાસભ્યનું મોત નીપજ્યું છે અને 5 જવાન શહીદ થયા છે.
સ્પોર્ટ ફોટો
હુમલામાં નકસલીઓએ જવાનોના હથિયારો પણ લૂંટ્યા હતા. હુમલામાં BSFના 5 જવાન શહીદ થયા હતા. હુમલાની જાણ થતાં જ BSFનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો અને વધુ તજવીજ હાથ ધરી હતી.