વાત જાણે એમ છે કે, આ વખતે ભાજપ છત્તીસગઢમાં તમામ ચાલું સાંસદોના પત્તા કાપે તેવી શક્યતાઓ છે. આપને જણાવી દઈએ કે, પાર્ટી આ વખતે પ્રદેશમાં લાંબા સમયથી સાંસદ રહેલા નેતા રમેશ બૈસને ટિકીટ નહીં આપે. તો એવું પણ જાણવા મળ્યું છે કે, આ વખતે રાજનાંદગાવમાંથી અભિષેક સિંહની જગ્યાએ તેમના પિતા રમણ સિંહને ટિકીટ આપવાની વાત થઈ રહી છે. આ વાત પરથી એટલું સ્પષ્ટ થઈ રહ્યું છે કે, પ્રદેશમાં હવે અભિષેકને રાખી પિતા રમણ સિંહને કેન્દ્રની રાજનીતિમાં લઈ જવા માંગે છે.
આ નિર્ણયથી શું ફરક પડશે
1 સાત વખતથી સતત જીતતા સાંસદો આ વખતે ટક્કરમાંથી બહાર થઈ જશે...જી હાં..છત્તીસગઢમાં જો ભાજપ તમામ સાંસદોના પત્તા કાપશે તો રાજકારણ મોટો ભૂકંપ આવી શકે છે. સતત સાત વખતથી જીતતા આવતા રમેશ બૈસે રાજધાની રાયપુરને ભાજપનો મજબૂત કિલ્લો બનાવી દીધો છે.તેઓ દરેક વખતે મોટી માર્જીન સાથે જીતતા આવે છે. ગ્રામિણ વિસ્તારોમાં મજબૂત પકડ ધરાવતા રમેશ બૈસ અટલ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. તેમને આ વખતે પણ મજબૂત દાવેદાર માનવામાં આવતા હતા.પણ જાણવા મળ્યું છે તેમનું પણ નામ આ વખતે ભાજપકાપી શકે છે. જેને ચૂંટણી અગાઉ એક મહત્વનો ફેરફાર માનવામાં આવશે.