ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લોકસભા ચૂંટણી: કર્ણાટકમાં કોંગ્રેસમાંથી BJPમાં આવેલા 3 નેતાને મળી ટિકીટ

બેંગલુરૂ: કોંગ્રેસમાંથી વર્તમાનમાં જ ભાજપામાં શામેલ થયેલા ઉમેશ જાધવ ગુલબર્ગા સીટ પર કોંગ્રેસના ટોંચના નેતા મલ્લિકાર્જુન ખડગેને પડકાર આપશે. લોકસભા ચૂંટણી માટે ભાજપાએ 21 ઉમેદવારોનું લીસ્ટ જાહેર કર્યુ છે. જેમાં ઉમેશ જાધવનું નામ સામેલ છે.

ફાઇલ ફોટો

By

Published : Mar 22, 2019, 12:13 PM IST

બેંગલુરૂ: કોંગ્રેસમાંથી વર્તમાનમાં જ ભાજપામાં શામેલ થયેલા ઉમેશ જાધવ ગુલબર્ગા સીટ પર કોંગ્રેસના ટોંચના નેતા મલ્લિકાર્જુન ખડગેને પડકાર આપશે. લોકસભા ચૂંટણી માટે ભાજપાએ 21 ઉમેદવારોનું લીસ્ટ જાહેર કર્યુ છે. જેમાં ઉમેશ જાધવનું નામ સામેલ છે.

કોંગ્રેસમાંથી ભાજપામાં આવેલા અન્ય બે નેતાઓ એ મંજુ અને દેવેન્દ્રપ્પાને પણ ક્રમશ: હાસન અને બેલ્લારી સીટથી ટિકીટ આપી છે. 21 ઉમેદવારોમાંથી 14 ઉમેદવારો વર્તમાનમાં સભ્ય છે.

કેંન્દ્રીય પ્રધાન ડી વી સદાનંદ ગૌડાને બેંગલુરૂ ઉતર, રમેશ જિગાજિનગીને બીજાપુર અને અનંત કુમાર હેગડેને ઉતર કન્નડ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી એસ યેદિયુરપ્પાના પુત્ર બી વાઇ રાધવેન્દ્રને શિમોગાથી ટિકીટ મળી છે.

પક્ષ દ્વારા જાહેર કરેલા અન્ય ઉમેદવારોમાં સુરેશ અંગડી , પી સી ગદીગૌદર , ભગવંત કુબા , શિવકુમાર ઉદાસી , પ્રહ્લાદ જોશી અને સિદે્શ્વરને ટિકીટ મળી છે.

તેના સિવાય શોભા કરંદલાજે, નલિન કુમાર કાટેલ, નારાયણ સ્વામી, બસવારાજૂ, પ્રતાપ સિમ્હા, શ્રીનિવાસ પ્રસાદ, પીસી મોહન અને બી ગૌડાને પણ ટિકીટ મળી છે.

કર્ણાટકની 28 લોકસભા સીટો માટે બે ફેજમાં 18 એપ્રિલ અને 23 એપ્રિલના રોજ 14-14 સીટો પર મતદાન થશે.

ABOUT THE AUTHOR

...view details