ભાજપે છત્તીસગઢમાં પ્રથમ ઉમેદવારોની યાદી કરી જાહેર, નવા 5 ઉમેદવારોને ટિકિટ
રાયપુર: ભાજપાએ છતીસગઢના લોકસભા ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ત્યારે ભાજપાએ પ્રથમ લીસ્ટ જાહેર કર્યુ હતુ. જેમાં ભાજપાએ 5 ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે. ભાજપાએ બસ્તરથી બૈદૂરામ કશ્યપને જ્યારે સરગુજાથી રેળુકા સિંહને ભાજપાના ઉમેદવાર બનાવ્યા છે, તો કાંકેરથી મોહન મંડાવી ભાજપા તરફથી ચૂંટણી લડશે. તેના સિવાય રાયગઢથી ગોમતી સાયને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે જાંજગીરથી ગુહારામ અજગલે પર ભાજપાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત બીજા 6 ઉમેદવારોના નામની જાહેરાત ભાજપા 23 માર્ચના રોજ કરશે.
23 માર્ચના ભાજપાની કેંન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક રહેશે, આ બેઠક પછી ભાજપા છતીસગઢથી 6 લોકસભા ઉમેદવારોની જાહેરાત પણ કરશે. આ વખતે ભાજપાએ વર્તમાન સાંસદોને ટિકિટમાંથી બાકાત કર્યા છે અને આ 11 સીટો પર ભાજપા નવા ઉમેદવારોને ટિકિટ આપશે. કોંગ્રેસે 16 માર્ચના રોજ ઉમેદવારોની 4થી લીસ્ટમાં છતીસગઢની 5 સીટો પર ઉમેદાવારોને જાહેર કર્યા છે. જેમાં પક્ષે સરગુજાથી ખેલાસા સિંહ, રાયગઢથી લાલજીત સિંહ રાઠિયા, જાંજગીર ચાંપાથી રવિ ભારદ્વાજ, બસ્તરથી દીપક બૈજ અને કાંકરેથી બિરેશ ઠાકુરને ઉમેદવાર બનાવ્યા છે.