લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રવાદ એ ભાજપનો મુખ્ય મુદ્દો રહ્યો છે, જેનો પક્ષને ઘણો ફાયદો મળ્યો છે. વિગતો મુજબ કોંગ્રેસ પણ ભાજપનું જોઈને પોતાના કાર્યકર્તાઓને રાષ્ટ્રવાદનો પાઠ ભણાવશે. આ મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે આર-પારની લડાઈ શરૂ થઈ ગઈ છે.
કોંગ્રેસ ભાજપના રસ્તે, કાર્યકર્તાઓને 'રાષ્ટ્રવાદ' શીખવશે
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ભાજપને રાષ્ટ્રવાદના મુદ્દે સફળતા મળ્યા બાદ કોંગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રવાદને પોતાનું હથિયાર બનાવશે. કોંગ્રેસે ભાજપના રાષ્ટ્રવાદ સામે આકરા પ્રહાર કર્યા છે. બાદમાં બંને પક્ષ વચ્ચે નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે.
congress-
આગામી સમયમાં મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી યોજાશે.
કોંગ્રેસે પોતાના કાર્યકર્તાઓને ચૂંટણી અભિયાન કેવી રીતે ચલાવવું તે અંગે માર્ગદર્શન આપશે. આ દરમિયાન કોંગ્રેસ પક્ષને રાષ્ટ્રવાદી છબિ બનાવવા પર ભાર મૂકશે.