નાણામંત્રી અરુણ જેટલીએ પ્રહારો કરતા કહ્યું કે, કોંગ્રેસના મેનીફેસ્ટોમાં જે આઈડીયા છે તે ખતરનાક છે. રાહુલ ગાંધીના મિત્રોએ જે મેનીફેસ્ટો બનાવ્યો છે તે જમ્મુ કાશ્મીર અને દેશની સુરક્ષા માટે યોગ્ય નથી. રાહુલનું કહેવું છે કે, તે જે કહે છે તે કરીને બતાવે છે. આ મેનીફેસ્ટોમાં એવો એજન્ડા છે જે દેશને તોડવાનું કામ કરે છે. આ રાષ્ટ્રીય એકતાની વિરુદ્ધમાં જાય છે. કોંગ્રેસ પાર્ટી અને નહેરૂએ જે જમ્મુ કાશ્મીરને લઈ ઐતિહાસિક નિર્ણય કર્યો હતો તે ભૂલ હતી. તેના માટે દેશ તેમને ક્યારેય માફ નહીં કરે. તેમનો એજન્ડાને ખતરનાક રીતે આગળ વધારશે.
કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો દેશ માટે ખતરનાક છે: અરુણ જેટલી - lok sabha election
ન્યૂઝ ડેસ્ક: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે દેશ માટે આગામી લોકસભા ચૂંટણીને લઈ ઢંઢેરો જાહેર કરી દીધો છે. ત્યારે હવે ભાજપ તરફથી નાણામંત્રી અરુણ જેટલીએ કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું કે, આ મેનીફેસ્ટો દેશ માટે ખતરનાક છે.
અરુણ જેટલી