પીડિતાને યુપી સરકાર આપે 25 લાખની આર્થિક મદદ
ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ કહ્યું હતું કે, અમે પીડિતાની મદદ માટે યુપી સરકાર પાસે અપિલ કરી છે. અમે યુપી સરકારને આદેશ આપીએ છીએ કે, તેઓ પીડિતાને મદદના ભાગરુપે 25ની આર્થિક સહાય આપે. ત્યાર બાદ જરુરિયાત મુજબ આગળ મદદની અપિલને ધ્યાને રાખી સરકારને હુકમ કરીશું.
ઉન્નાવની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. તેવામાં ભાજપે પોતાનું આત્મસન્માન જાળવી રાખવા માટે અંતે આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગરને પક્ષમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે. આ કેસમાં નિયુક્ત કરાયેલા દિલ્હીના ન્યાયાધીશે રોજ સુનવણી હાથ ધરી 45 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે કુલદીપ સેંગરની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
હાલમાં પીડિતા સાથે બનેલા માર્ગ અક્સમાતની ઘટનામાં તેના પરિવારમાંથી 2 લોકોના મૃત્યુ થયા છે. જેમાંથી પીડિતાના કાકીના ગુરૂવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યાં ઘટના સ્થળ પર પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. ઘટનામાં આરોપી કુલદીપ સેંગર પર પીડિતા અને તેમના પરિવાર પર ધમકી આપવાનો આરોપ છે. તેમજ હત્યા કર્યાના આરોપ લગાડવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે CBI તપાસ કરી રહી છે. ઉન્નાવ દુષ્કર્મની પીડિતા સાથે થયેલા અક્સમાત બાદ આરોપી ધારાસભ્ય સેંગરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
ઉન્નાવ દુષ્કર્મ પીડિતા સાથે થયેલા માર્ગ અક્સમાતની ઘટનામાં CBIની ટીમ રાયબરેલી પહોચી તપાસ શરુ કરી હતી. જેમાં સામે આવ્યું કે, પીડિતાની કાર સાથે ટક્કરાયેલ ટ્રક 70 થી 80 કિલોમીટરની ઝડપથી ચાલી રહ્યો હતો. તો પીડિતાની કાર પણ 100 કિલો મીટરની ઝડપથી ચાલી રહી હતી. આ અક્સમાતમાં પીડિતાની કાકી અને માસીનો મૃત્યુ થયુ છે. પીડિતા અને તેમનો વકીલ ગંભીર રીતે ધાયલ થયો હતો.
ઉન્નાવ રેપ કેસમાં નિયુકત કરાયેલા જ્જે આ કેસમાં રોજ સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે. 45 દિવસમાં ટ્રાયલ પુર્ણ કરશે.