ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્લાસ્ટિક સામેની લડાઈમાં બિહારના યુવાને જીવન અને જવાની બંને ખપાવવાનો કર્યો નિર્ધાર !

નાલંદા: બિહારના નાલંદાના આશુતોષ કુમાર માનવે પ્લાસ્ટિક સામે લડવા અને લોકોને જાગૃત કરવા માટે આજીવન પ્રયત્નશીલ રહેવાની પ્રતિજ્ઞા લીધી છે. આ યુવાન બિહારના ગામે ગામ ફરી, શાળા, કોલેજ અને માનવ વસાહતોમાં જઈ લોકોને જાગૃત કરી રહ્યા છે. ધોરણ-9માં અભ્યાસ કરતાં હતા ત્યારથી તેમણે આ કાર્ય શરૂ કર્યુ હતું. જે આજે પણ ચાલુ છે. આ ભગીરથ કાર્ય જીવનભર કરવાનો નિર્ધાર તેમણે કર્યો છે. આ માટે તેમણે લગ્ન પણ નહીં કરવાનું નક્કી કર્યુ છે. આશુતોષ કુમારે તેમના આ કાર્ય થકી દેશ સેવા કરવાની એક અલજ જ મિશાલ પુરી પાડી છે.

bihar
bihar

By

Published : Jan 3, 2020, 7:53 AM IST

કુમારની આ કામગીરી અંગે બિહારશરીફ મ્યુનિસિપલ કમિશ્નર સૌરભકુમાર જોરવાલે જણાવ્યુ હતું કે, આશુતોષ એક સાચા અર્થના સામાજિક કાર્યકર છે. તેઓ લોકોને પ્લાસ્ટિકના ઉપયોગની આડઅસર વિશે સમજ આપે છે.

કુમારની આ મહેનત રંગ લાવી રહી છે. ખાસ કરીને બાળકો ઉપર તેની સકારાત્મક અસર પડી રહી છે. શાળાઓમાં જઈ તેઓ બાળકો ઉપરાંત તેમના વાલીઓને પણ પ્લાસ્ટિકથી ઉભી થતી સમસ્યા અંગે ચેતવે છે. તેઓ તેમના કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે શપથ લેવડાવે છે.

આ અંગે સામાજીક કાર્યકર આશુતોષ કુમાર માનવે જણાવ્યુ હતું કે, સામાજીક કામ માટે મેં મારુ જીવન સમર્પિત કર્યુ છે. હું 1991માં નવમાં ધોરણમાં હતો ત્યારથી સેવાકીય પ્રવૃતિ કરી રહ્યો છું.

પ્લાસ્ટિક સામેની લડાઈમાં બિહારના યુવાને જીવન અને જવાની બંને ખપાવવાનો કર્યો નિર્ધાર

દર રવિવારે આશુતોષ અને તેમનો મિત્ર પ્લાસ્ટિકના કચરાના કારણે ચોકઅપ થઈ ગયેલી ગટરો પણ સાફ કરે છે. તેમણે આ પહેલા સમગ્ર રાજ્યમાં ગુટખા છોડો અભિયાન પણ હાથ ધર્યુ હતું. આ ઉપરાંત તેઓ સ્વચ્છ ભારત મિશન અને જલ જીવન હરિયાળી અભિયાન સાથે જોડાયેલા છે. સામાજિક કામ માટે જીવન અને જવાની બંને ખપાવનાર આશુતોષ ખરા અર્થમાં પરિવર્તનના પ્રહરી છે.

ABOUT THE AUTHOR

...view details