ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રમોશનમાં અનામત મુદ્દે ભારત બંધ, પ્રદર્શનકારીનો ટ્રાફિકજામ - ભીમ આર્મી ન્યૂઝ

પ્રમોશનમાં અનામતને લઇને ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદે આજે 23 ફેબ્રુઆરીએ ભારત બંધની એલાન કર્યું છે. જેની અસર દેશમાં જોવા મળી રહી છે. પ્રદર્શકારીઓએ નાગરિકતા સુધારા કાયદા (CAA), રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (NRC) અને રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર (NPR)ને હટાવવાની માગ કરી રહ્યાં છે.

bhim
પ્રમોશન

By

Published : Feb 23, 2020, 11:08 AM IST

નવી દિલ્હી: ભારતની બંધની અસર દેશના વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહી છે. બિહારના ભોજપુરમાં બંધના સમર્થકોએ પૂર્વ રેલવે ગુમટીની પાસે રેલવે ટ્રેક પર બેસીની રેલવેને રોકી દીધી છે. ભારત બંધના સમર્થનમાં હજારો લોકો બસ સ્ટેન્ડની પાસે આરા-પટના-સાસરામના મુખ્ય રસ્તાને જામ કરી દીધા છે. બંધને રાષ્ટ્રીય જનતા દળ, જનાધિકાર પાર્ટી સહિત ઘણી પાર્ટીઓએ સમર્થન આપ્યું છે.

બિહરાના બેગૂસરાયમાં ભીમ આર્મીના કાર્યકર્તાઓને પાવર હાઉસ ચૌક પર NH 31 પર ટ્રાફિક જામ કરી દીધો છે. શહેરની આપસાપ ઘણી જગ્યા કાર્યકર્તા NH-31ને જામ કરીને કેન્દ્ર સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યાં હતાં. ભીમ આર્મીના સમર્થનમાં બિહારના સુપૌલમાં રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી ગયા છે. ભીમ આર્મીએ ભારત બંધના સમર્થનમાં Nh-51ને ભીમપુરમાં જામ કરી દીધો છે.

ભીમ આર્મીના ભારત બંધના સમર્થનમાં બિહારના દરભંગામાં ટ્રેન રોકવામાં આવી છે. દરભંગાના લહેરિયાસરાય સ્ટેશન પર કમલા ગંગા ફાસ્ટ પેસેન્જરોને લેફ્ટના સમર્થકોએ રોકી દીધા હતાં. પ્રદર્શનકારીઓને માગ છે કે, સરકાર પ્રમોશનમાં અનામત માટે ખરડો લાવવામાં આવે. પ્રદર્શકારીઓએ નાગરિકતા સુધારા કાયદા (CAA), રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (NRC) અને રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર (NPR)ને હટાવવાની માગ કરી રહ્યાં છે.

ભીમ આર્મીના પ્રમુખે આઝાદે OBC, SC,ST અને અલ્પસંખ્યકોના નેતાઓએ પણ ભારત બંધના સમર્થનની અપીલ કરી છે. આઝાદે કહ્યું કે, પછાત અને દલિત વર્ગના સાંસદો ધારાસભ્યોએ જો સમર્થન ના આપ્યો તો, તેમના ઘરોની સામે પણ પ્રદર્શન કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details