ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @1 PM : વાંચો આજના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

મુખ્ય સમાચાર
TOP NEWS

By

Published : May 20, 2020, 12:59 PM IST

Updated : May 20, 2020, 3:36 PM IST

અમદાવાદઃ કોરોના ભગાવો અને રોગ પ્રતિકારક શક્તિ વધારોનાં સુત્રને સાર્થક કરવા માટેનાં પ્રયાસોમાં ઈટીવી ભારત યોગાભ્યાસ દ્વારા સહભાગી થયું છે. છેલ્લા આઠ દિવસથી દરરોજ યોગાભ્યાસનો એપિસોડ આપી રહ્યાં છીએ. આજે નવમો અને છેલ્લો એપિસોડ અહીં આપ્યો છે. અમદાવાદ શિવાનંદ આશ્રમનાં સ્વામી અધ્યાત્માનંદજીનાં સહકારથી જ આ શક્ય બન્યું છે. યોગાભ્યાસને માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશ- વિદેશમાંથી પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો છે. લોકડાઉન દરમિયાન જ નહી યોગાભ્યાસ જીવનભર ઉપયોગી હોવાનાં પ્રતિભાવો અમને સાંપડ્યાં છે. Etv Bharatના માધ્યમથી ચાલી રહેલા આ યોગાભ્યાસમાં સ્વામી અધ્યાત્માનંદજીએ પ્રાણાયમ,યોગ-આસનો અને કસરતોની વિગતે માહિતી આપી હતી.

ભારતીય હવામાન વિભાગે (IMD) જણાવ્યું છે કે, 20 મેના રોજ સુપર ચક્રવાત અમ્ફાનની બપોર દરમિયાન સુંદરવન નજીક દિધા (પશ્ચિમ બંગાળ) અને હટિયા આઇલેન્ડ્સ (બાંગ્લાદેશ) વચ્ચે પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશનો દરિયાકિનારો પાર થવાની સંભાવના છે. આ સમય દરમિયાન, ચક્રવાતની ગતિ 155-165 કિ.મી પ્રતિ કલાકની ઝડપે રહેશે.

વિશ્વ સ્વાસ્થય સંગઠનના કાર્યકારી બોર્ડની અધ્યક્ષતા માટે ભારત સહિત 10 રાષ્ટ્રોને મંગળવારે 3 વર્ષના સમય માટે પસંદ કરવામાં આવ્યા છે.

વિજ્ઞાન પ્રવાહ માટે લેવામાં આવતી ગુજરાત કોમન એન્ટ્રન્સ એક્સામ(GUJCET)ની પરીક્ષા આગામી 30 જુલાઈના રોજ લેવામાં આવશે. ગુજકેટ પરીક્ષા એન્જિનિયરિંગ અને ફાર્મસી જેવા વિજ્ઞાન પ્રવાહના વિષયોમાં પ્રવેશ આપવા માટે લેવામાં આવે છે.

ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગે ફેસબુક શોપ્સની જાહેરાત કરી હતી. તેનાથી વેપારી પોતાની પ્રોડ્ક્ટ્સને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લિસ્ટ કરી શકશે.

રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણના 24 કલાકમાં 500 કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણની સંખ્યા વધીને 10 હજાર 554 થઇ ગઇ છે. જ્યારે 166 લોકોના મોત થયા છે.

દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. ગત 24 કલાકમાં દેશમાં રેકોર્ડ 5611 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1 લાખ 06 હજાર 750 થઇ ગઇ છે. જ્યારે 3303 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.

તેલંગાણામાં કોરોના વાઇરસના 42 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 1634 પર પહોંચ્યો છે.

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ ટ્વિટ કર્યું છે કે, છેલ્લા ઘણા દિવસોથી પરપ્રાંતિય મજૂરોને વતન મોકલવાના નામે ભાજપ અને કોંગ્રેસ દ્વારા નિમ્નકક્ષાનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.

Last Updated : May 20, 2020, 3:36 PM IST

ABOUT THE AUTHOR

...view details