ભાજપના રાહુલ સિન્હાએ કહ્યું કે, પાર્ટીએ બશીરહાટ અને પશ્ચિમ બંગાળમાં 12 કલાક બંધની જાહેરાત કરી છે. પોલીસે આ સમગ્ર ઘટનામાં જે પ્રકારની ભુમિકા નિભાવી છે. તેને લઈ ભાજપ કોર્ટમાં જશે. મૃતદેહને તેમનાં વતન લાવવામાં આવશે. તેમજ સોમવારને કાળો દિવસ મનાવવાની જાહેરાત કરી છે. આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરતાં ગૃહ મંત્રાલયે મમતા સરકારને એડવાઈઝરી જાહેર કરી છે. ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, સતત હિંસાની ઘટનાઓ રાજ્ય સરકારની નિષ્ફળતા દર્શાવે છે.
બંગાળમાં હિંસાને લઈ 12 કલાક બંધ, કાળો દિવસ મનાવવાનું એલાન - Etv Bharat
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી પૂરી થયા પછી પણ પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા બંધ થઈ નથી. કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી હિંસાને લઈ કહ્યું કે, લોકસભા ચૂંટણી પછી હિંસા રાજ્ય સરકારની નિષ્ફળતા લાગે છે. પશ્ચિમ બંગાળ સરકારને આપેલી સલાહમાં ગૃહમંત્રાલયે કાયદો કાનૂન વ્યવસ્થા, શાંતિ અને જાહેર શાંતિ જાળવી રાખવા કહ્યું છે.
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠીએ કહ્યું કે, રાજ્યપાલે સંદેશખલી અને પશ્ચિ બંગાળના અન્ય વિસ્તારમાં થયેલી હિંસક ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. રાજ્યપાલે હિંસામાં માર્યા ગયેલા લોકોને લઈ દુ:ખ વ્યકત કર્યું છે. તેમણે અપિલ કરી કે, કોઈ પણ હિંસક ઘટના ન બને અને રાજ્યમાં શાંતિ કાયમ રહે.
ગૃહ મંત્રાલયના રિપોર્ટ અનુસાર ઉતરી 24 પરગના જિલ્લામાં ચૂંટણી બાદ થયેલી હિંસામાં 4 લોકોના મોત થયા હતા. અધિકારીના જણાવ્યાં અનુસાર આ પહેલા પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારમાં થયેલી હિંસામાં લોકોના મોત થયા હતા.