ડુંગળી સ્વાદવર્ધક હોવાની સાથે-સાથે આરોગ્ય તથા સૌંદર્ય માટે પણ ઘણી લાભદાયી છે. ડુંગળીનો રસ માથાની ત્વચા (સ્કાલ્પ) પર ઘસવાથી વાળ વૃદ્ધિ પામે છે, તો બીજી તરફ ડાયાબિટીસ, એલર્જી તથા અન્ય ઘણી શારીરિક તકલીફોમાં ડુંગળીના રસનું સેવન લાભદાયી બની રહે છે. તો ચાલો, ડુંગળીના ગુણો વિશે જાણીએ અને ખાસ કરીને શિયાળાની ઋતુમાં તે કેવી રીતે ફાયદાકારક છે, તે વિશે જાણકારી મેળવીએ.
ડુંગળીનો તીખો સ્વાદ અને તીવ્ર ગંધ પસંદ ન હોય, તેવા લોકોની વાત જવા દો. તે સિવાય મોટાભાગના લોકોને ડુંગળીનો સ્વાદ ગમતો હોય છે. સલાડમાં કે ટોપિંગ તરીકે કાચી ડુંગળી ખાવાની હોય કે પછી ગ્રેવી અને સૂપમાં તે ઉમેરવાની હોય, મોટાભાગે તમામ મસાલેદાર વ્યંજનોના સ્વાદમાં ડુંગળી ઉમેરો કરે છે. આપણા રસોડાના અન્ય મસાલા, ફળો અને શાકભાજી જે રીતે આરોગ્ય માટે લાભદાયી છે, તે જ રીતે ડુંગળી પણ સ્વાસ્થ્ય માટે અને સૌંદર્ય માટે ઘણી ફાયદાકારક છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં બહેતર પાચન માટે, ડાયાબિટીસ માટે તથા અન્ય ઘણી એલર્જી અને વાઇરલ ઇન્ફેક્શનને દૂર રાખવા માટે ડુંગળીનું નિયમિત સેવન હિતકારી છે. અહીં ડુંગળીના અન્ય કેટલાક ફાયદા વિશે અને તેમાંથી મળતાં પોષક તત્વો વિશે માહિતી પૂરી પાડવામાં આવી છે.
ડુંગળીમાં રહેલાં પોષક તત્વો અને આરોગ્યપ્રદ ઘટકો
ડુંગળીમાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે અને તેમાંથી વિટામીન સી અને B6, ખનીજ તત્વો અને મેંગેનિઝ, ફાઇબર, ફોલેટ, ફોસ્ફરસ અને પ્રોટીન મળી રહે છે. આ ઉપરાંત ડુંગળી ક્વેર્સેટિન તરીકે ઓળખાતા એન્ટિઓક્સિડન્ટનો પણ સમૃદ્ધ સ્રોત છે. ક્વેર્સેટિન વિવિધ પ્રકારની બિમારીઓ અને એલર્જીઓ સામે રક્ષણ આપે છે તથા પ્રોસ્ટેટ અને યુરિન બેગમાં રાહત આપે છે. ક્વેર્સેટિન ફ્લેવોનોઇડ્ઝ અને ફિટો-કેમિકલ્સ ધરાવે છે, જેના કારણે શિયાળામાં ત્વચાની એલર્જી દૂર રાખવામાં તેમજ શરીરમાં ઇન્ફ્લેમેશન (દાહ)ની સમસ્યાથી છૂટકારો મેળવવામાં મદદ મળે છે. ફ્લેવોનોઇડ્ઝ ઉપરાંત ડુંગળીમાંથી પોલિફેનોલ્સ પણ ભરપૂર માત્રામાં મળી રહે છે, જે ડાયાબિટીસ, કેન્સર અને હૃદયની બિમારીને દૂર રાખે છે.
માત્ર ડુંગળી જ નહીં, બલ્કે તેનાં બીજ (જે ભારતમાં સામાન્યપણે કલોંજી તરીકે ઓળખાય છે) પણ ઘણાં અથાણાંમાં મહત્વની સામગ્રી તરીકે વપરાય છે અને આયુર્વેદમાં ઔષધિ તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
શિયાળામાં ડુંગળીના ફાયદા
બહેતર ઊંઘ માટે મદદરૂપ
ડુંગળીમાંથી મળતાં પોષક તત્વો શરીરમાં સિરોનોનિન અને ડોપામાઇન જેવાં ચોક્કસ હોર્મોન્સનું સ્તર જાળવી રાખવામાં મદદરૂપ બને છે, જે ગુણવત્તાયુક્ત ઊંઘ માટે અને સારા મૂડ માટે જરૂરી છે.
ઇન્ફેક્શન સામે રક્ષણ મેળવવા માટે