- પ્રજાસત્તાક દિવસે વાઘા અટારી બોર્ડર પર યોજાતી બીટિંગ રિટ્રીટ સમારોહ નહીં યોજાય
- સામાન્ય જનતાના પ્રવેશ પર પણ પ્રતિબંધ
- બીટિંગ રિટ્રીટની શરૂઆત 1959માં અટારી વાઘા બોર્ડર પર સદ્દભાવનાના સ્વરૂપે કરાઇ હતી
નવી દિલ્હી : બોર્ડર સિક્યુરિટી ફોર્સ(BSF)ના સુત્રો તરફથી મળતી માહિતી અનુસાર કોરોના વાઇરસના સંક્રમણને કારણે ચાલુ વર્ષે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે વાઘા અટારી બોર્ડર પર યોજાતી બીટિંગ રિટ્રીટ સમારોહનું આયોજન કરવામાં આવશે નહીં. આ સાથે BSFના સુત્રોના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે ગણતંત્ર દિવસે વાઘા અટારી બોર્ડર પર કોઇ સંયુક્ત કે એકિકૃત પરેડનું આયોજન કરવામાં આવશે નહીં. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે સામાન્ય જનતાના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.