'બદલા' ફિલ્મે પહેલા દિવસે ધાર્યા કરતા પણ વધારે કમાણી કરી સારી સફળતા મેળવી છે. જો કે, તે જ દિવસે શુક્રવારે હોલીવૂડ ફિલ્મ 'કૈપ્ટન માર્વલ' પણ રિલીઝ થઈ છે. જે ફિલ્મે બોક્સ ઓફિસ પર પહેલા દિવસે 14 કરોડની કમાણી કરી છે, તો બોક્સ ઓફિસ ઈન્ડિયા મુજબ, 'બદલા' ફિલ્મએ પણ 5 કરોડની કમાણી કરી લીધી છે.
BoxOffice Collection: 'પિન્ક' બાદ 'બદલા'માં છવાઈ અમિતાભ-તાપસીની જોડી - Amitabh bachchan
મુંબઈઃ અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુની જોડી 'બદલા' ફિલ્મથી ફરી દર્શોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. 'પિન્ક' ફિલ્મથી દર્શકોના દિલમાં જગ્યા બનાવનાર આ જોડી એક નવી જ કહાની લઈ સિનેમાઘરોમાં આવી છે. જે ફિલ્મને દર્શકો તરફથી હકારાત્મક રિસ્પોન્સ મળી રહ્યો છે.
સૌ.ઈન્સ્ટાગ્રામ
જો કે, અગાઉ પણ અમિતાભ અને તાપસી 'પિન્ક' સાથે કામ કરી ચૂક્યા છે. જેણે પહેલા દિવસે 4.32 કરોડની કમાણી કરી હતી. તમને જણાવી દઈએ કે, 'બદલા' ફિલ્મ 2016માં રિલીઝ થયેલી સ્પેનિસ થ્રિલર ફિલ્મ 'કોન્ટ્રાટિએમ્પો' પર આધારિત છે. જેને દર્શકો તરફથી ખુબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે.