હરિદ્વાર: યોગને ઘરે-ઘરે પહોંચાડનારા બાબા રામદેવે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે ભારત-ચીન તણાવને લઇને કહ્યું કે, તમામ લોકોએ સાથે મળીને ચીની ઉત્પાદનોનો બહિષ્કાર કરવો જોઈએ.
તેમણે કહ્યું કે, હું પતંજલિનો નહીં, સ્વદેશી ઉત્પાદનોનો બ્રાન્ડ એમ્બેસેડર છું, હું ક્રિકેટર, કલાકારોને વિનંતી કરૂં છું કે, તમામ લોકો મળીને ચાઇનીઝ ઉત્પાદનોનો બહિષ્કાર કરીંએ અને તેમની જાહેરાત કરવાનું ટાળીંએ. ધર્મ હિત અને રાષ્ટ્રીય હિતથી મોટૂં કશું નથી.
તેમણે વધુમાં કહ્યું કે, યોગ સારી ટેવ છે, આપણે રોજ યોગા કરવા જોઈએ. યોગ ગુરૂએ કહ્યું કે, આપણી અંદર ઘણી ખરાબ ટેવો છે, યોગ કરવાથી તણાવ, ગરીબી અને અન્ય બધી ખરાબ ટેવો ખત્મ થઈ જાય છે. 21 જૂનના વિશ્વ યોગ દિવસે માત્ર એક દિવસ યોગ કરવાને બદલે આને રોજિંદા ટેવ બનાવવી જોઈએ.
યોગને લઇને બાબા રામદેવ
બાબા રામદેવે કહ્યું કે યોગ જીવન જીવવાની રીત છે. યોગ કરતાં મોટી કોઈ સંપત્તિ, સમૃદ્ધિ નથી. બાબા રામદેવે કહ્યું કે, તે 49 વર્ષોથી સતત યોગ કરી રહ્યા છે. જેના કારણે તે આજે પણ સ્વસ્થ છે. તેમણે દેશના યુવાનોને યોગ અપનાવવા અંગે કહ્યું છે. બાબા રામદેવે કહ્યું કે, યોગ દ્વારા જ કોરોનાને હરાવી શકાય છે.
ટૂંક સમયમાં કોરોનાની રસી આવશે
કોરોના સંક્રમણને લઇને બાબા રામદેવે કહ્યું કે ,પતંજલિથી કોરોનાની દવા આવતા 2 અઠવાડિયામાં બજારમાં લાવશે. બાબા રામદેવે કહ્યું કે, કોરોનામાં સૌ પ્રથમ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ભાર મૂકવાની જરૂર છે. આયુર્વેદથી તેને પરિપૂર્ણ કરી શકાય છે. ટૂંક સમયમાં પતંજલિ તેને બજારમાં લાવશે.