ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જય કેદારનાથ, બમ બમ ભોલેના નાદ સાથે કેદારનાથ ધામના ખુલ્યા કપાટ - kedarnath temple

રૂદ્રપ્રયાગ: દેવાધિદેવ મહાદેવના 12 જ્યોતિલિંગમાંના એક અને ચાર ધામ યાત્રાના એક મુખ્ય પ્રતિક એવા કેદારનાથ મહાદેવના કપાટ આજે ખોલવામાં આવ્યા છે. કેદારનાથ મંદિરના પુજારીઓના પૂજા-અર્ચના, મંત્રોચ્ચાર અને શિવ ભક્તોના જય કેદારનાથ, બમ બમ ભોલેના જયકાર સાથે જ આ પવિત્રધામના કપાટ ખુલ્યા હતા. હિન્દુઓની પ્રસિદ્ધ ચાર ધામની યાત્રા શરૂ થઈ ગઈ છે. કપાટ ખુલતાની સાથે શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે.

કેદારનાથ ધામના ખુલ્યા કપાટ

By

Published : May 9, 2019, 8:36 AM IST

ચારધામની યાત્રામાં બદ્રીનાથ ધામ સૌથી પ્રસિદ્ધ છે. આ મંદિર હિન્દુઓની આસ્થાનું મોટું કેન્દ્ર છે. ઉત્તરાખંડમાં અલકનંદા નદીના કિનારે વસેલું આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. કપાટ ખોલવાના અગાઉ ગર્ભ ગૃહની સફાઇ કરવામાં આવે છે. જે બાદ ભગવાન શિવને જલાભિષેક કરવામાં આવે છે. આ અવસરના સાક્ષી બનવા 15 હજારથી વધુ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહશે.બાબા કેદારનાથના મુખ્ય મંદીરને હજારો ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું છે.

કેદારનાથ ધામના ખુલ્યા કપાટ

જણાવી દઇએ કે અક્ષય તૃતીયાના પાવન પર્વ પર ગંગોત્રી તથા યમુનોત્રી ધામના કપાટ ખુલી ગયા છે.તો શુક્રવારે બદ્રીનાથના કપાટ પણ ભક્તો માટે ખોલી દીધા છે.

દેશ-વિદેશના લાખો-કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમા કેદારનાથ ધામના કપાટ ખુલતાની સાથે જ બાબાની એક ઝલક નિહાળવાની ભક્તોની આતુરતાનો અંત આવ્યો છે. બાબા કેદારનાથના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details