ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાશ્મીરમાં શું થવાનું છે ? મધ્યરાત્રિએ ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને નજરકેદ કરાયા

જમ્મુ કાશ્મીર: જમ્મુ કાશ્મીર હાઇ એલર્ટ પર છે. કાશ્મીરમાં આતંકી હુમલાની આશંકા બાદ સરકારે એક એડવાઇઝરી જાહેર કર્યા બાદ સ્થિતિ તણાવપૂર્ણ ચાલી રહી છે. આ સંજોગોમાં રવિવારે બેઠક થઇ અને બાદમાં સરકારે એકાએક અહીં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા બંધ કરી છે અને શ્રીનગરમાં કલમ 144 લાગું દેવામા આવ્યું છે. તેમજ પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાને નજરકેદ કર્યા છે.

મહેબૂબા મુફ્તી નજરકેદમાં

By

Published : Aug 5, 2019, 3:09 AM IST

Updated : Aug 5, 2019, 4:28 AM IST

કાશ્મીરમાં સત્તત બદલાતી પરિસ્થતીની વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને PDP પ્રમુખ મહબૂબા મુફ્તી અને એનસી નેતા ઉમર અબ્દુલ્લાને શ્રીનગરમાં નજરકેદ કરવામાં આવ્યા છે. નજરકેદ થયા પછી ઉમર અબ્દુલાએ લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. તેમણે ટ્વિટ કર્યું કે હિંસાથી ફક્ત તે લોકો કરશે જેઓ રાજ્યનું ભલું નથી માંગતા. શાંતિથી રહો અને ભગવાન તમારા બધા સાથે રહે.

ઉમર અબ્દુલ્લા ટ્વિટ
ઉમર અબ્દુલ્લા ટ્વિટ

નજરકેદ થયા પહેલા પણ બંને નેતાઓએ અનેક ટ્વીટ કર્યા હતા. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, સાંભળવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં ઇન્ટરનેટ સેવા બંધ થઈ જશે. કર્ફ્યુ પણ લગાવવામાં આવી રહ્યા છે. અલ્લાહ જાણશે શું થવાનું છે, આ એક લાંબી રાત થવા જઇ રહી છે.

મહેબૂબા મુફ્તીએ એક ટ્વિટમાં લખ્યું છે કે, આટલા મુશ્કેલ સમયમાં મારા લોકોને એક વિશ્વાસ આપવા માગુ છું કે જે પણ થશે એમા અપણે એક સાથે રહીશું અને તેને લડત આપીશું. આપણો હક છે તે પ્રયાસ કરવાનો આપણો સંકલ્પ તોડી શકાતો નથી. મહેબૂબા મુફ્તીએ કરેલા આ ટ્વીટને ઓમર અબ્દુલ્લાએ પણ રિટ્વીટ કર્યું છે.

મહેબૂબા મુફ્તી નજરકેદ
ઉમર અબ્દુલ્લા ટ્વિટ


જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની દહેશત બાદ સરકાર દ્વારા જાહેર કરાયેલ એડવાઇઝરી બાદ સ્થિતિ તણાવપૂર્ણ છે. રવિવારે રાતે શ્રીનગર સહિત ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા અને મોબાઇલ સેવા પર પ્રતિબંધ મુકી દેવાયો છે. શ્રીનગરમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. સાથોસાથ ઓમર અબ્દુલા અને મહેબૂબા મુફ્તીએ દાવો કર્યો છે કે એમને એમના જ ઘરમાં નજરકેદ કરી દેવામાં આવ્યા છે.

ત્યારે ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીની સાથે પીપલ્સ કોન્ફ્રેન્સ નેતા સજ્જાદ લોનને પણ નજરકેદ કરવામાં આવ્યા છે.

જે બાદ ડેપ્યુટી કમિશ્નર સુષ્મા ચૌહાણએ જણાવ્યું કે જમ્મૂમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

ડેપ્યુટી કમિશ્નર સુષ્મા ચૌહાણ ટ્વિટ

કાશ્મીરમાં પરિસ્થિતીને લઇને કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કરી કહ્યું કે,કશ્મીરમાં જે સ્થિતી સર્જાઇ છે તે ખુબ જ ચિંતાજનક છે. સરકાર જે પણ કરી રહી છે તે વિચારને સ્પષ્ટ કરવું જોઇએ.અનિશ્ચિતતા અને ડર પરિસ્થિતિને વધુ ખરાબ બનાવે છે. તેમણે કહ્યું કે, સરકારે સ્પષ્ટ, પારદર્શક હોવાની સાથે સાથે લોકો અને વિપક્ષી નેતાઓને વિશ્વાસમાં લેવા જોઈએ.

જ્યોતિરાદિત્ય સિંધિયા ટ્વીટ
Last Updated : Aug 5, 2019, 4:28 AM IST

ABOUT THE AUTHOR

...view details