મેષ: આપનો આજનો દિવસ અસ્વસ્થતા અને બેચેનીમાં પસાર થવાની શક્યતા હોવાથી કામકાજમાં મન ઓછુ લાગે. તબિયતમાં ખાસ કરીને શરદી, કફ, તાવનો ઉપદ્રવ વધી શકે છે. કોઇનું ભલું કરવા જતાં તમારા માથા પર આફત આવી પડે એવું બને તેથી આજે કોઇના જામીન ન થવાની કે પૈસાની લેવડદેવડ ન કરવાની સલાહ આપવામાં આવે છે. મનમાં અગાઉની તુલનાએ ચિંતા અને અજંપો વધુ રહે. કોઈપણ નિર્ણય લેવામાં પણ મુશ્કેલી પડી શકે છે. ટૂંકાગાળાનો લાભ લેવા જતાં નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું.
વૃષભ: આપનો આજનો દિવસ શુભ ફળદાયી નીવડશે. આજે આપને ધનવૃદ્ધિના તેમજ વેપારમાં વધુ આગળ વધવાના યોગ છે. વેપાર અંગેના સોદાઓમાં સફળતા મળશે. નવા સંપર્કો પણ થાય. પરિવારના સભ્યો અને મિત્રવર્તુળ સાથે સુખદ ક્ષણોનો અનુભવ થશે. સ્ત્રીપાત્ર તરફથી માન- સન્માન મળી શકે. ટૂંકા પ્રવાસનું આયોજન શક્ય બને. આજે આપ શ્રેષ્ઠ દાંપત્યસુખ માણી શકશો. પુત્ર અને પત્નીથી આનંદ થાય.
મિથુન: આપનો આજનો દિવસ શુભ અને અનુકૂળતાભર્યો હશે. પરિવારના સભ્યો, ઓફિસમાં સહકર્મચારીઓ અને ઉપરી અધિકારીઓ સાથે સુમેળભર્યા સંબંધો રહેશે. ઉચ્ચ હોદ્દેદારોની કૃપાદૃષ્ટિ રહે. સમાજમાં આપનો માન- મરતબો વધે. નોકરીમાં બઢતીના યોગ જણાય છે. મિત્રો- સ્નેહીજનો તરફથી આપને ભેટ- સોગાદ મળે. ગૃહસ્થજીવનમાં માધુર્ય વ્યાપી રહે. શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે. સાંસારિક જીવન આનંદમય રહે.
કર્ક: દિવસે આપ ધાર્મિક કાર્યો, દેવદર્શન વગેરેમાં વ્યસ્ત રહેશો. ધાર્મિક સ્થળની મુલાકાતથી આપ આનંદ પામશો. પરિવારજનો, સહોદરો સાથે આનંદપૂર્વક સમય પસાર થાય નાનું પ્રવાસ પર્યટન પણ થઇ શકે. શરીર સ્વાસ્થ્ય સારું રહેશે અને મન પણ ચિંતારહિત રહે. નોકરિયાતોને નોકરીમાં લાભ થાય. આકસ્મિક ધનલાભ થાય. કોઇ વિશેષ પ્રસંગથી આપના ભાગ્યમાં સારું પરિવર્તન આવે.
સિંહ: આજનો દિવસ થોડી પ્રતિકૂળતા અને થોડી સાનુકૂળતા સાથે પસાર થાય. તબિયતની બાબતમાં આપે વિશેષ ધ્યાન આપવું પડશે. બહાર ખાવાપીવાનું ટાળવું બીમારી પાછળ ધનખર્ચ થાય. નકારાત્મક વિચારો મનમાંથી દૂર કરવાની સલાહ છે. કુટુંબના સભ્યો સાથે વધુ સમય વિતાવવો અને તેમની સાથેનું વર્તન આદરપૂર્ણ રાખવું. ઇષ્ટદેવનું નામ સ્મરણ અને આધ્યાત્મિક વિચાર- વાંચન ચિંતા હળવી કરી સાચો માર્ગ દેખાડશે.
કન્યા: આપનો આજનો દિવસ અનુકૂળતા ભર્યો રહેશે. જીવનસાથી સાથે આપ નિકટતાની ક્ષણો માણી શકશો. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. વિજાતીય પાત્રો તરફ આકર્ષણ અનુભવશો. સામાજિક અને જાહેરક્ષેત્રે આપની માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. ભાગીદારો સાથેના સંબંધો સુમેળભર્યા રહે. ઉત્તમ ભોજન અને વસ્ત્રો, દાગીના તેમજ વાહનોની પ્રાપ્તિ થાય.