મેષ: આર્થિક અને વ્યાવસાયિક દૃષ્ટિએ આજનો દિવસ લાભદાયી રહેશે. લાંબાગાળાના નાણાકીય આયોજનો પાર પડશે. વ્યવસાયમાં પણ યોજનાઓ ઘડી શકો. પરોપકાર અર્થે કરેલા કાર્યથી આપનું મન પ્રફુલ્લિત રહે. આરોગ્ય જળવાય. સતત જનસંપર્કમાં રહેવાનું થાય. બીમાર વ્યક્તિને તબિયતમાં સુધારો જણાશે. આર્થિક લાભ થવાની આશા રાખી શકો. હરીફો સામેની લડાઇમાં આજે તમારી જ જીત છે.
વૃષભ: મહેનતના પ્રમાણમાં અલ્પ પરિણામ મળે છતાં આપ નિષ્ઠાપુર્વક કામ આગળ વધારશો. આપના વિસ્તારોની વિશાળતા અને વાણીની મીઠાશ અન્ય લોકોને પ્રભાવિત કરશે અને તે દ્વારા લાભ મેળવી શકશો. મૃદુવાણી નવા સંબંધો બાંધવામાં સહાયરૂપ બનશે. કલા તેમજ વાંચનમાં લેખનમાં આપની રૂચિ રહેશે. વિદ્યાભ્યાસ માટે અનુકૂળ સમય છે. બહારનું ખાવાનું ટાળવું નહિ તો પાચનતંત્રની તકલીફ થવાની શક્યતા છે.
મિથુન: વધુ પડતી લાગણીશીલતા આપના મનને આળું બનાવશે. ખાસ કરીને જળાશય અને સ્ત્રીવર્ગથી ચેતતા રહેવું પડે. મનની પરિસ્થિતિ ડામાડોળ રહેવાના કારણે મહત્વના નિર્ણય લેવાનું ટાળજો અથવા યોગ્ય તજજ્ઞ વ્યક્તિના માર્ગદર્શન સાથે આગળ વધી શકશો. માતાની તબિયતની વિશેષ કાળજી લેવાની સલાહ છે. કૌટુંબિક કે જમીન-જાયદાદના પ્રશ્નો હાલામાં છંછેડવા જેવા નથી. શક્ય હોય ત્યાં સુધી વધુ નિદ્રા લેવી.
કર્ક: આજનો દિવસ નવા કામની શરૂઆત કે સફળતા માટે સારો રહેશે. મિત્રો અને સ્વજનોને મળીને આપ ખુશી અનુભવશો. ટૂંકી મુસાફરી થઇ શકે. સહોદરો સાથેનો સંબંધ સારો રહેશે. પ્રિયજન સાથેની નિકટતા માણીને આપને આનંદ અનુભવાશે. નાણાંકીય લાભ થાય કે સમાજમાં આદર મળે. આપના વિરોધીઓ આપની સામે ફાવી શકશે નહીં. આજે કોઇની સાથે લાગણીથી જોડાશો નહીં.
સિંહ: આપના દૂર રહેતા મિત્રો અને સ્નેહીઓ સાથેની વાતચીત લાભપ્રદ રહેશે. કુટુંબમાં સુખશાંતિનું વાતાવરણ જળવાઇ રહેશે. સ્વાદિષ્ટ ભોજનથી તૃપ્તિ મેળવી શકશો. વાણી દ્વારા કોઇનું મન જીતી શકશો. આપને ધારણા પ્રમાણે કામમાં સફળતા મેળવવા માટે થોડી મહેનત પણ વધારવી પડશે. માત્ર ભાગ્યના ભરોસે રહેવું નહીં. વધુ પડતી યોજના અને વિચારો આપની માનસિક મુંઝવણમાં વધારો કરશે. આપને સ્ત્રી મિત્રોથી મદદ મળી રહેશે.
કન્યા: આજના લાભદાયી દિવસે આપની વૈચારિક સમૃદ્ધિ વધશે. વાક્ચાતુર્ય અને મીઠી વાણીથી આપ લાભ પ્રદ સુમેળભર્યા સંબંધો વિકસાવી શકો. ઉત્તમ ભોજન, ભેટ-સોગાદ અને સુંદર વસ્ત્રોની પ્રાપ્તિ થાય. શરીર તેમજ મનની સ્વસ્થતા જળવાય. સુખ આનંદની પ્રાપ્તિ, જીવનસાથીની નિકટતા અને પ્રવાસ પર્યટનથી આપનો આજનો દિવસ ખુશહાલ રહેશે.