મેષ:આજે આપ અતિશય સંવેદનશીલતા અનુભવશો. પરિણામે કોઇક દ્વારા આપની લાગણીને ઠેસ પહોંચવાનો પ્રસંગ ઉપસ્થિત થાય. આવી સ્થિતિમાં તમે પોતાનું વલણ નિષ્પક્ષ રાખશો અને દરેક બાબતને બીજાના દૃશ્ટિકોણથી પણ જોવાનો પ્રયાસ કરશો તો ઘણી બાબતે સ્પષ્ટતા આવશે. આજે આપને માતાને ખુશ રાખવાના વધુ પ્રયાસ કરવાની સલાહ છે. મકાનો કે જમીન અંગેના દસ્તાવેજો આજે ન કરવા. માનસિક વ્યગ્રતાને દૂર કરવા આધ્યાત્મિકતા યોગને સહારો લેવો. સ્ત્રીવર્ગ અને પાણીથી બચવાની સલાહ આપવામાં આવે છે. વિદ્યાભ્યાસ માટે સમય મધ્યમ છે. નિકટના લોકોના કાર્યમાં ઇચ્છા- અનિચ્છાએ જોડાવું પડે.
વૃષભ:આજે આપને વધુ પડતા સંવેદનશીલ અને લાગણીભર્યા વિચારો આવે જેના કારણે આપનું મન આર્દ્ર થઇ જાય. અન્ય તરફ આપનું વલણ પણ લાગણીશીલ રહે. કામકાજમાં અને નિર્ણય લેવામાં વધુ વ્યવહારુ અને તટસ્થ વલણ અપનાવવાની સલાહ છે. આજે આપ ચિંતા છોડીને સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધશો તો ઘણા કાર્યો સરળતાથી પાર પાડી શકશો. આપ કલ્પનાશક્તિથી સર્જનાત્મક કાર્યો કરી શકશો. પરિવારજનો કે મિત્રો સાથે મિષ્ટભોજન આરોગવા મળે. કોઇ આકસ્મિક કારણસર પ્રવાસ કરવો પડે. નાણાકીય બાબતો ધ્યાનમાં લઇ તે અંગે આયોજન કરી શકો.
મિથુન:આજે સ્નેહીજનો અને મિત્રો સાથે મુલાકાતથી આપને આનંદ થાય. આર્થિક આયોજનો પાર પાડવામાં આપને પહેલાં થોડીક મુશ્કેલીઓ જણાશે પરંતુ ત્યારબાદ આપ સરળતાથી આયોજનો પાર પાડી શકો. આપના જરૂરી કાર્યો પણ શરૂઆતમાં વિલંબ થયા બાદ સુપેરે પાર પડતા નિરાંતની લાગણી અનુભવો. નોકરી ધંધામાં સાનુકૂળ વાતાવરણ રહે અને સહકર્મચારીઓનો સાથ સહકાર સાંપડે.
કર્ક:આજે આપના મનમાં લાગણી અને ભાવનાઓના ઘોડાપુર ઉમટશે અને તેના પ્રવાહમાં તમે રહેશો. દોસ્તો, સ્વજનો અને સગાંવ્હાલા તરફથી ભેટ સોગાદો અને તેમની સાથે મુલાકાતથી આપનું મન પુલકિત થઇ જશે. સાથે સાથે નિરામય આરોગ્યથી સોનામાં સુગંધ ભળશે. એટલે આપ સમગ્ર દિવસ ખૂબ આનંદમાં વિતાવવો. પ્રવાસ પર્યટન સુંદર ભોજન અને પ્રિયજનના સંગાથથી આપ રોમાંચિત રહેશો. પત્નીના સંગથી મન પ્રસન્ન રહેશે.
સિંહ:વધુ પડતી લાગણીશીલતામાં રહેવાના બદલે આજે આપને દરેક કાર્ય શાંતિથી અને ધીરજથી ઉકેલવાની સલાહ છે. નિર્ણય લેતી વખતે દરેક બાબતો પર વિચાર કરવાની સલાહ છે. શક્ય હોય ત્યાં સુધી બીજા સાથે વાણી અને વર્તનમાં સૌમ્ય રહેવું. સ્ત્રી વર્ગથી આજે સાવધાનીપૂર્વક રહેવું. ઉગ્ર દલીલો કે ચર્ચાવિવાદથી બચવું. કોર્ટ કચેરીના મામલામાં સાવધાનીપૂર્વક આગળ વધવું. આંખોમાં પીડા થવાની સંભાવના છે. વર્તનમાં સંયમ અને વિવેક રાખવો. ગેરસમજ ટાળવી. ખર્ચનું પ્રમાણ આજે વધારે રહેશે.
કન્યા:આપનો આજનો દિવસ અત્યંત આનંદ ઉલ્લાસમાં પસાર થશે. આજે વિવિધ ક્ષેત્રે આપને લાભ મળે. આમાં સ્ત્રી મિત્રોની ભૂમિકા મહત્ત્વની રહેશે. પ્રિયપાત્ર સાથે મિલન આનંદદાયક રહેશે. મિત્રો સાથે સુંદર મનોહર સ્થળે પર્યટનનું આયોજન કરશો. વેપાર અર્થે પણ પ્રવાસનું આયોજન થાય. સંતાનોના શુભ સમાચાર મળે.