મેષ :આપનો આજનો દિવસ અનુકૂળતાભર્યો રહેશે. તન અને મનની સ્વસ્થતાથી આજે આપ તમામ કાર્યો કરશો. પરિણામે કામ કરવામાં ઉત્સાહ અને ઉર્જા બંનેનો અનુભવ કરશો. આજે આર્થિક ફાયદો થવાના યોગ છે. પરિવારમાં સભ્યો સાથે આનંદથી સમય વીતાવો. માતાથી લાભ થવાનો સંકેત મળી રહ્યો છે. મિત્રો તથા સગાંસ્નેહીઓના મિલનથી ઘરના વાતાવરણમાં પ્રફુલ્લિતતા છવાયેલી રહેશે.
વૃષભ:આજનો દિવસ આપના માટે સંભાળીને ચાલવા જેવો છે. આજે આપનું મન વિવિધ પ્રકારની ચિંતાઓથી ઘેરાયેલું રહેશે. આપે સ્વાસ્થ્યની પણ વિશેષ કાળજી લેવી પડશે. આંખોમાં કોઇક તકલીફ ઉભી થઈ શકે છે. કોઈક બાબતે સ્નેહીજનો, પરિવારના સભ્યો તરફથી ઘરમાં વિરોધનો સામનો કરવો પડશે. આજે આપના આદરેલાં કાર્યો અધૂરાં રહે. ખર્ચનું પ્રમાણ વધશે. વધારે પરિશ્રમ કરો પરંતુ સફળતા તમારા ધારણ કરતા ઓછી મળે. અકસ્માતથી બચવા વાહન ધીમે ચલાવજો.
મિથુન:આપના શરીર અને મનની પ્રફૂલ્લિતતા જળવાશે. નોકરી કે વ્યવસાયમાં આપની મહેનતનો સારો બદલો મેળવી શકશો. ઉપરી અધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળતા આપના ઉત્સાહમાં વધારો થશે. સમાજમાં આપનું માન-પાન વધશે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. પિતા તરફથી ફાયદો થશે. સરકારી કામકાજ સરળતાથી પૂરા થઇ શકશે. પારિવારિક જીવનમાં ખુશી અને આનંદ માણી શકશો.
કર્ક:આજે આપનું ભાગ્ય ચમકશે અને આકસ્મિક આર્થિક લાભ થશે. જે લોકો વિદેશ જવા ઇચ્છતા હશે તે સફળતા મેળવી શકશે. વિદેશથી સારા સમાચાર મેળવી શકશો. ધાર્મિક સ્થળની મુલાકાત કે ધર્મને લગતા કામકાજમાં ખર્ચ થશે. પરિવારજનો અને સહોદરો સાથે આનંદની પળો માણી શકશો. નોકરીમાં લાભ થવાની શક્યતા છે.
સિંહ:આજે આપે સ્વાસ્થ્ય સંભાળવું પડશે. તંદુરસ્તી જાળવવા પાછળ ખર્ચ થાય તેવી શક્યતા છે. મનમાં વધુ પડતા વિચારોના પ્રવાહને સક્રીય થવા દેવાના બદલે શક્ય હોય ત્યાં સુધી કામમાં વધુ પરોવાયેલા રહેવું. પરિવારજનો સાથે કોઈપણ બાબતે ચર્ચા માટે શાંતિ અને ધીરજ વધારવી અને તેમની વાત ધ્યાનથી સાંભળવી. ખોટા કામથી દૂર રહેવાની સલાહ છે. પ્રભુ સ્મરણ અને ધાર્મિક વિચારો આપને યોગ્ય માર્ગદર્શન આપી શકશે.
કન્યા:આજે આપ પરિવારમાં આનંદની પળો માણી શકશો. આપ સમાજ અને લોકોમાં આદર મેળવી શકશો. મનોરંજનને લગતી બાબતોમાં આપ રસ લેશો. વાહન અને અલંકારોની ખરીદી થાય. વિજાતીય પાત્રો સાથે પ્રણયની શક્યતાઓ છે. વેપાર ધંધામાં ભાગીદારો સાથેના સંબંધ સુધરશે. આર્થિક લાભ થવાની સંભાવના છે.