ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે ગુરૂવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

રાશિફળ
રાશિફળ

By

Published : Sep 17, 2020, 6:50 AM IST

મેષ :સાહિત્‍યસર્જન અને કલાત્‍મક ‍અભિગમ વિકસાવવા માટે આજે સારો સમય છે. પ્રિયપાત્ર અને મિત્રો સાથેની મુલાકાત આપનું મન હર્ષ‍િત કરશે. સ્‍ત્રીમિત્રોનો સહકાર મળે, બપોર પછી ઘરમાં શાંતિનું વાતાવરણ પ્રવર્તશે. શત્રુઓ અને હરીફો દ્વારા પરેશાની અનુભવશો. નોકરીમાં સંભાળીને રહેવું. ઉચ્‍ચ અધિકારીઓથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. આજે સર્વપિતૃ મોક્ષ અમાસના દિવસે કોઇપણ બાબતે તમે થોડા પરેશાન રહો તેવી શક્યતા છે. આપના ખર્ચમાં વધારો થશે. સંબંધીઓ સાથે વાતચીત થશે અને આજના દિવસે આપ પૂર્વજોને યાદ કરશો જેથી તેમની યાદમાં મનોમન થોડા દુઃખી પણ રહેશો. જોકે, આ બધાની વચ્ચે તમે તેમના મોક્ષ માટે પ્રાર્થના કરી શકશો. ઉપાય - પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરો.

વૃષભ :આજે આપને માતાની તંદુરસ્‍તીની આજે સંભાળ લેવાની સલાહ છે. સ્‍થાવર જંગમ મિલકતો કોઇ સોદો કે દસ્‍તાવેજ કરવામાં સારા-નબળા દરેક પાસાનો અભ્યાસ કરવો. નકારાત્‍મક વિચારો મનમાં ના આવે તેનું ધ્યાન રાખવું. પાણીજન્ય સમસ્યાઓથી બચવાની સલાહ છે. મધ્‍યાહન બાદ આપની તન અને મનની તંદુરસ્‍તી સુધરશે. વિદ્યાર્થીઓ માટે પણ સમય સારો છે. પ્રિયતમાના સંગાથથી આનંદ થાય. આપની સર્જનશીલતામાં વધારો થશે. આપના હાથે કોઇ ધાર્મિક કાર્ય થાય. આજે અમાસના દિવસે આપ જીવનનો ઉદ્દેશ્ય શોધવાનો પ્રયાસ કરશો. પૂર્વજોનો આભાર માનશો કે તેઓ તમને આ ધરતી પર લાવ્યા. મનમાં તેમના પ્રત્યે શ્રદ્ધાની ભાવના રહેશે અને સંપૂર્ણ મનથી પૂજાપાઠ કરશો. ઉપાય- આજે હવન કરાવવાનું ઘણું શુભ રહેશે.


મિથુન :આપનો આજનો દિવસનો શરૂઆતનો ભાગ સુખશાંતિથી પસાર થશે. ભાઇભાંડુઓથી આપને લાભ થાય. મિત્રો- સ્‍વજનો સાથે મુલાકાત થશે પરંતુ બપોર પછી મનમાં ઉઠતા નકારાત્‍મક વિચારોથી આપનું મન ખિન્‍ન થાય. સમયસર ભોજન ન મળે. વધુ પડતી લાગણીશીલતા અનુભવાય. ઘરમાં કલેશનો માહોલ ટાળવા માટે દરેકની સાથે સૌમ્ય અને આદરપૂર્વકનું વર્તન કરવું. મિલકતો સંબંધિત દસ્‍તાવેજો પર હસ્‍તાક્ષર કરતા ધ્‍યાન રાખવું. વધારે પડતા ભાવનાશીલ ન બનવાની સલાહ આપવામાં આવે છે. આજે સર્વપિતૃ મોક્ષ અમાસના રોજ પરિવારના લોકો સાથે મળીને તમે પૂર્વજોને યાદ કરશો અને તેમની સ્મૃતિમાં ભોજન તેમજ વસ્ત્રનું દાન કરશો. તમારા પર તેમની કૃપા રહે તેવી તમે પ્રાર્થના પણ કરશો. ઉપાય- કોઇ પવિત્ર નદીમાં સ્નાન કરવાનું અને નદી કિનારે પૂજા કરવાનું આપના માટે સૌથી ઉત્તમ રહેશે.

કર્ક :આજનો દિવસ આપના માટે આર્થિક લાભાલાભ ધરાવતો હશે. કુટુંબીજનોનો સહયોગ મળી રહેશે. આજે આપે વાક્ચાતુર્યથી આપનું કામ કઢાવી શકશે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય. બપોર પછી આપ કોઇ ખાસ વ્યક્તિને મળવાનું આયોજન કરશો. સહોદરો સાથે વધુ નિકટતા અનુભવાય. પ્રિયતમા સાથે રોમાંચક મુલાકાત થાય, તંદુરસ્‍તી સારી રહે. સાથે સાથે ચિત્તની પ્રસન્‍નતા પણ આપ અનુભવશો. આજે ભાદરવી અમાસના રોજ પરિવારના નાના સભ્યો પર આપને પ્રેમની લાગણી વિશેષ રહેશે. તેમને તમે પરિવારની જુની વાતો કહેશો અને તેમના મનમાં પરિવારની ભાવના વધુ મજબૂત થશે. તમે સૌ મળીને આ દિવસે સંપૂર્ણ શ્રદ્ધાપૂર્વક પૂર્વજોના આત્મની શાંતિ માટે પ્રાર્થન કરી શકશો. ઉપાય- સફેદ વસ્ત્ર પહેરીને કુશ (ઘાસ)ના આસન પર બેસીને પિતૃ ગાયત્રી મંત્રનો જાપ કરવો.


સિંહ :વર્તમાન સમયમાં આપ દૃઢ મનોબળ સાથે કામ કરી શકશો. પિતા કે વડીલ વર્ગથી આપને લાભ થાય. લગ્‍નજીવનમાં વડીલ વર્ગથી આપને લાભ થાય. લગ્‍નજીવનમાં સંવાદિતા જળવાય. વાણી અને વર્તનમાં ઉગ્રતા રહે. કુટુંબનું વાતાવરણ સુમેળભર્યું રહે. સ્‍ત્રી મિત્રોની મદદ મળશે. આજે ખર્ચનું પ્રમાણ વધી ન જાય તેનું ધ્‍યાન રાખવું. દૂર વસતાં સ્‍વજનો કે મિત્રો સાથેના સંદેશવ્‍યવહારથી આપને લાભ થાય. આજે અમાસના રોજ તમારામાં ધાર્મિક વૃત્તિ થોડી વધશે. પરિવારમાં તમારા વડીલોને વિદાય આપવા માટે પિતૃઓના નામે ગરીબોને દાન કરશો. સાચા મનથી પૂર્વજોને શ્રદ્ધાંજલી અર્પણ કરશો જેથી તમારું મન ભાવુક થશે. ઉપાય- સૂર્ય દેવને અર્ઘ્ય આપવું. કાળા તલનું દાન પણ કરી શકો છો.


કન્યા :આજે મનને વધુ પડતું ભાવનાવશ ન થવા દેવાની સલાહ આપવામાં આવે છે. કમ્યુનિકેશન અથવા વાતચીતમાં ક્યાંક ગેરસમજ થતી હોય તો ચોખવટ કરવી જરૂરી છે. કોઇ સાથે ઝઘડા ટંટામાં ન પડવું. પરિવારના સભ્‍યો સાથે વાતચીત વખતે નરમાશ રાખવી. આવકના પ્રમાણમાં ધનખર્ચ વધશે પરંતુ મધ્‍યાહન બાદ આપને પિતા કે વડીલોનો સાથ સહકાર મળી રહેશે જેથી આપના મન અને ચિંતાનો બોજ હળવો થશે. આરોગ્‍ય અંગે નજીવી ફરિયાદ રહેશે. લગ્‍નજીવનમાં સુખદ ક્ષણો માણી શકશો. આજે કોઇપણ બાબતે તમારું મન થોડું ઉદાસ રહેવાની શક્યતા જણાઇ રહી છે. અમાસના દિવસે તમારા પિતૃઓ માટે ખૂબ જ વિચારવંત રહેશો. મનમાં સંખ્યાબંધ વિચારો આવશે અને કંઇક કરવાની ઝંખના રહેશે. તમે પરિવારથી અલગ રહો અને કોઇ વિશેષ જગ્યાએ જઇને પૂજા પાઠ કરો તેવી શક્યતા પણ છે. પૂજા-અર્ચના કરવાથી મન ઘણું શાંત રહેશે. ઉપાય-કાળા તલથી તર્પણ કરવું.

તુલા :આપને આજે શક્ય હોય ત્યાં સુધી નવા કાર્યનો પ્રારંભ ન કરવાની સલાહ આપવામાં આવે છે. આપનું મન વિચારોમાં અટવાયેલું રહે જેથી મનની દૃઢતા ઓછી હોય. મિત્રવર્તુળ અને તેમાં પણ વિશેષ કરીને સ્‍ત્રી મિત્રો તરફથી આપને લાભ મળશે. વેપારમાં લાભ થાય પરંતુ મધ્‍યાહન બાદ વધુ પડતી લાગણીશીલતાથી આપનું મન વ્‍યગ્ર બનશે. પ્રેક્ટિકલ બનજો. ચિંતાના કારણે આરોગ્‍યને અસર પડી શકે છે. વાણી વર્તનમાં સંયમિતતા જાળવવી. આજે અમાસ પર તમારા જીવનમાં તમે ખૂબ જ પ્રગતિ કરી શકો તે માટે પૂર્વજોને પ્રાર્થના કરશો. કોઇ ઇચ્છા પૂર્ણ થવાથી મનોમન ખુશી પણ થશે. ક્યાંયથી પૈસાની આવક થઇ શકે છે. ખુશીથી આજે તમે દિવસ પસાર કરી શકો છો. ઉપાય- સફેદ રંગના વસ્ત્રો પહેરવા.


વૃશ્ચિક :વ્‍યવસાય ક્ષેત્રે આપના કામની પ્રશંસા થશે. કાર્યો ખૂબ આસાનીથી પાર પડે. જમીન જાયદાદના દસ્‍તાવેજો કરવા માટે અનુકૂળ દિવસ છે. સરકારી કાર્યોમાં લાભ મળે. ગૃહસ્‍થ જીવનમાં માધુર્ય રહે. મધ્‍યાહન બાદ આપને મિત્રો તરફથી લાભ થાય. પરંતુ વિચારોમાં અનિશ્ચિતતા પ્રવર્તવાના કારણે આપ કોઇ ચોક્કસ નિર્ણય પર નહીં આવી શકો. અગત્‍યના નિર્ણયો બપોર પછી ન લેવા. આજે સર્વપિતૃ મોક્ષ અમાસ નિમિત્તે તમને તમારા પિતા પ્રત્યે દિલમાં વિશેષ લાગણી રહેશે. તેમના આદેશનું પાલન કરીને કોઇ મોટું કામ ઉપાડી શકો છો. પરિવારની ખુશીઓ અંગે પણ વિચારશો. માનસિકરૂપે તણાવમાંથી મુક્તિ મળી શકે છે. ઉપાય- કોઇ મંદિરમાં ગોળનું દાન કરવું.


ધન :વર્તમાન સમયમાં આપને સ્‍વભાવમાં ઉગ્રતા ટાળજો. સ્‍વાસ્‍થ્‍યમાં થોડી કાળજી વધારવી પડશે. ધા‍ર્મિક યાત્રા- પ્રવાસની શક્યતા ઉભી થાય. વ્‍યવસાય કે નોકરીમાં સારા-નરસા અનુભવો થાય પરંતુ બપોર પછી ઓફિસનું વાતાવરણ સુધરતું. લાગશે. આપના કાર્યમાં સફળતા પ્રાપ્‍ત થશે. કાર્યક્ષેત્રે આપની મહત્તા અને વર્ચસ્‍વ વધશે. મકાન- મિલકતના દસ્‍તાવેજો કરવા માટે સારો સમય છે. પિતા તરફથી લાભ થાય. આરોગ્‍યમાં સુધારો થાય. અમાસ નિમિત્તે આજે અચાનક કોઇ કામ કરી શકશો. પિતૃઓના આશીર્વાદ આપના પર રહેશે. તમારા મનમાં તેમના પ્રત્યે વિશેષ શ્રદ્ધા જાગશે. તમારું કામ પાર પડવાથી મનોમન હર્ષિત રહેશો અને જીવનમાં ખુશીઓ આવશે. ઉપાય- ઓમ પિતૃ દેવાય નમઃ મંત્રનો જાપ કરવો.


મકર :આજે આપને પોતાની અથવા પરિવારમાં કોઈ સભ્યની તબિયત પાછળ ખર્ચ કરવો પડે. પરિવારના સભ્યો સાથે વાણી અને વ્યવહારમાં વધુ સૌમ્ય રહેવાની સલાહ છે. બહારનું ખાવા આજે ટાળવાની સલાહ છે. શક્ય હોય ત્યાં સુધી કોઈપણ ખોટા કામ અથવા કાયદાનું ઉલ્લંઘન થાય તેવા કામથી દૂર રહેવાની સલાહ છે. બપોર પછી નિર્ધારિત કાર્ય કરી શકશો. ખોટી દલીલબાજી કે ચર્ચાથી દૂર રહેવા માટે સલાહ આપવામાં આવે છે. આજે અમાસના દિવસે તમને પોતાની આસપાસમાં જ તમારા પિતૃઓ હોય તેવી અનુભૂતિ થશે. તેમની મુક્તિની પ્રાર્થન કરશો. મન સંપૂર્ણપણે ધાર્મિક રહેશે. પૂજા પાઠમાં ઘણો સમય વિતાવશો. કોઇ પવિત્ર નદીમાં સ્નાન કરી શકો છો. ઉપાય- જવ અને કાળા તલથી તર્પણ કરવું.


કુંભ :આજે ખાસ કરીને વેપારી વર્ગ અને ભાગીદારો સાથે આપે ખૂબ સંભાળીને કામ કરવું પડશે. દાંપત્‍યજીવનમાં મનદુખ ટાળવા માટે એકબીજાને સમજવાનો પ્રયાસ કરવો અને સહકાર આપવો. વિદ્યાર્થીઓ વિદ્યાભ્‍યાસમાં સારો દેખાવ કરે. ઘરમાં શાંતિનું વાતાવરણ રહે. રોજિંદા કામમાં થોડોક અવરોધ આવે પરંતુ તમે તેને પહોંચી વળશો. નોકરીના ક્ષેત્રે ઉચ્‍ચ અધિકારીઓ સાથે વાદવિવાદ ટાળવો. મહેનતના પ્રમાણમાં ઓછુ ફળ મળતું હોય તેવો ભાવ મનમાં આવી શકે છે. આજે અમાસના દિવસે તમે કોઇપણ બાબતે થોડા ઉદાસ રહો તેવી શક્યતા છે. આ ઉદાસનું કારણ કોઇપણ હોઇ શકે છે. એકાંતમાં બેસવાના બદલે પરિવારમાં વડીલોની સલાહ લઇને આગળ વધી શકો છો. ધીમે ધીમે તમારું મન હળવું થવા લાગશે. ઉપાયા- આજે મેડિટેશન કરો અને પૂર્વજોએ આપેલી સલાહ યાદ કરીને તેનો અમલ કરો.


મીન :આપનો આજનો દિવસ મધ્‍યમ ફળ આપનાર નીવડશે. પરિવારના સભ્‍યો સાથે આજે મળીને રહેવું. રોજિંદા કાર્યોમાં થોડો વિલંબ થાય તો અકળાવું નહીં. સાથી કાર્યકરોનો સહયોગ કદાચ ધારણા કરતા ઓછો મળે. ટૂંક જીવનમાં પણ પતિ- પત્‍ની વચ્‍ચે મનદુ:ખ ઉભું થાય તેવી કોઈપણ સ્થિતિ ટાળવી અને સમાધાનકારી નીતિ રાખવી. જીવનસાથીના આરોગ્‍યની કાળજી લેવી પડશે. સામાજિક જીવનમાં યશપ્રાપ્તિમની અતિ ઝંખના રાખવી નહીં. વિજાતીય પાત્ર સાથેની મુલાકાત દરમ્‍યાન સાવધાની રાખવાની સલાહ છે.‍ આજે સર્વપિતૃ મોક્ષ અમાસ નિમિત્તે તમે તમારા જીવનસાથીથી ખુશ રહેશો કારણ કે તેમના મનમાં પણ ધાર્મિકતા રહેશે. તેમની સાથે મળીને પૂર્વજોને યાદ કરશો અને કોઇ સારું કામ પણ કરી શકો છો. ઉપાય- પૂજા કરતી વખતે પીળા ફુલ (ગલગોટા)નો ઉપયોગ જરૂર કરવો.

ABOUT THE AUTHOR

...view details