ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે બુધવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

astrology predictions
astrology predictions

By

Published : Dec 16, 2020, 6:27 AM IST

મેષ:આજે આપને ગુસ્‍સો કાબૂમાં રાખવા માટે ખાસ ભારપૂર્વક સલાહ આપવામાં આવે છે. કોઇપણ કાર્ય કે સંબંધો બગડવા પાછળ આ ગુસ્‍સો નિમિત્ત બની શકે છે. શરીરમાં સ્‍ફૂર્તિનો અભાવ રહેવાની શક્યતા પણ છે. મનની અસ્‍વસ્‍થતા કોઇ કામ કરવા પ્રેરિત નહીં કરે. આવી સ્થિતિમાં કોઇ ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં હાજરી આપવાથી તમને થોડી હળવાશનો અહેસાસ થશે. યાત્રાધામના પ્રવાસે જવાનું આયોજન થાય. નોકરી -ધંધાના સ્‍થળે તેમજ પરિવારમાં મનદુ:ખ થાય તેવા સંજોગો ટાળવા.

વૃષભ:કાર્ય સફળતામાં વિલંબ ટાળવા માટે વધુ મહેનત અને સમય આપવાની તૈયારી રાખજો. પ્રવાસ અથવા લાંબી ટૂરનું આયોજન શક્ય હોય ત્યાં સુધી ટાળવું. નવું કાર્ય આરંભ ન કરવાની સલાહ આપવામાં આવે છે. ખાનપાનમાં સંભાળવું. યોગ ધ્‍યાનથી આપ માનસિક સ્‍વસ્‍થતા જાળવી શકશો.

મિથુન:આજે આપ મોજશોખ અને મનોરંજનમાં રૂચિ કેળવશો. પરિવારજનો, મિત્રો, પ્રિયજનો સાથે બહાર જવાનું થાય. જાહેર જીવનમાં આપના માનપાન વધશે. આપ વિજાતીય લોકોથી આકર્ષાશો. આપના જીવનમાં કોઇ પ્રણય પ્રસંગની શરૂઆત થઇ શકે. જાહેરમાં માન પ્રતિષ્ઠા મેળવી શકશો. આપ દાન ઘર્મ પણ કરી શકશો.

કર્ક:આપનો આજનો દિવસ આનંદ અને સફળતાનો બની રહેશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ જળવાઇ રહેશે. નોકરી કરતા લોકો માટે ઓફિસનું વાતાવરણ પણ સારું રહેશે. આપની હાથ નીચે કામ કરતા લોકો તેમ જ મોસાળથી આપ લાભ મેળવી શકશો. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. નાણાંકીય લાભ થઇ શકે. આપ જરૂરિયાતની વસ્તુઓ પાછળ ખર્ચ કરી શકશો. આપના વિરોધીઓ સામે આપ વિજય મેળવી શકશો.

સિંહ:આપ શરીર અને મનની સ્વસ્થતા સાથે કામ કરી શકશો. આપ સર્જનાત્મક કાર્યોમાં રૂચિ કેળવશો. આપ સાહિત્ય ક્ષેત્રે કંઇક નવું લખવાની પ્રેરણા મેળવશો. પ્રેમીઓ પોતાના પ્રિયજનને મળી શકશે. આપના સંતાનો આપને સારા સમાચાર આપશે. ધર્મ અને સેવા સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ કરવામાં આપ ઘણો આનંદ અનુભવશો.

કન્યા:આપનો આજનો દિવસ અનુકૂળતા અને પ્રતિકૂળતાઓથી મિશ્રિત હશે. પરિવાર પર વધુ ધ્યાન આપવાની સલાહ છે. નોકરી અને વ્‍યવસાયના સ્‍થળે ગ્રાહકોની નવી નવી માંગને ધ્યાનમાં રાખવા જતા સામાન્ય કરતા થોડી મુશ્કેલ પરિસ્થિતિ રહે. નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે વધુ પડતી ચર્ચામાં પડવાનું ટાળજો. પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદ ન કરવો. સંતાનો પર પોતાના વિચારો જીદપૂર્વક લાદવાનો પ્રયાસ ના કરવો. પ્રવાસની શક્યતા છે. ધનખર્ચ થાય.

તુલા:હાલના સમયે આપનું નસીબ આપની તરફેણમાં હોવાથી જો આપ નવું કામ કે સાહસ શરૂ કરવા માંગતા હોવ દિવસ ઘણો અનુકૂળ છે. યોગ્ય રીતે નાણાંનું રોકાણ કરશો તો ચોક્કસ લાભ થશે. કુટુંબમાં લોકો સાથે સંબંધ વધુ ગાઢ બનશે. આપ નજીકના ધાર્મિક સ્થળની મુલાકાત લઇ શકશો. વિદેશમાં રહેતા મિત્રો અને સંબંધીઓના સારા સમાચાર મેળવીને આનંદ અનુભવશો.

વૃશ્ચિક:આપે નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઇએ. આપ ઓછું બોલો તેમાં જ આપની ભલાઇ છે આમ કરીને આપ પરિવારજનો સાથેના વાદ-વિવાદને ટાળી શકશો. તબિયતની ચિંતા રહ્યા કરશે માટે તબિયત સાવવી અને શક્ય હોય તો મેડિટેશન અને યોગ કરવા. ખોટા ખર્ચા પર આપે નિયંત્રણ રાખવું પડશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં બીજાનું માર્ગદર્શન લેવું પડે અને મહેનત વધારવી પડે.

ધન:આજે આપ નક્કી કરેલા કામમાં સફળતા તેમ જ નાણાંકીય લાભ મેળવી શકશો. આપ કુટુંબ સહિત શુભ પ્રસંગમાં હાજરી આપી શકશો. કોઇ ધાર્મિક સ્થળની મુલાકાત લો તેવી શક્યતા છે. આપના સ્વજનોને મળીને ખુશી અનુભવશો. લગ્નજીવનમાં વધુ સામીપ્ય અને ગાઢ સંબંધો માણી શકશો. જાહેર જીવનમાં આપના માન-પાન વધશે.

મકર:આપનો દિવસ ધાર્મિક કાર્યોમાં પસાર થશે. ધાર્મિક કાર્યોમાં આપ નાણાં ખર્ચ કરશો. પૂજા પાઠ અને ધાર્મિક કાર્યોમાં આપ નાણાં ખર્ચ કરશો. પરિવાજનો તેમજ સંબંધીઓ સાથે વાતચીતમાં ધ્યાન રાખવું પડશે, અન્યથા તેમનું મન દુભાય તેવી શક્યતા છે. આપને મહેનતના પ્રમાણમાં પરિણામ ન મળે તો બમણા જોશ સાથે પ્રયાસ કરવાની સલાહ છે. આપે સ્વાસ્થ્યની કાળજી લેવી પડશે. આપના લગ્ન જીવનમાં સારો તાલમેલ જાળવવા માટે થોડા પ્રયાસ કરવા પડશે.

કુંભ:આજે આપ નવા કામ હાથ ધરશો. આપ નોકરી ધંધામાં આવકના નવા સ્રોત ઉભા કરશો. આપને આપના સ્ત્રી મિત્રોથી લાભ થઇ શકે. સમાજમાં આપ માન-પાન અને પ્રતિષ્ઠા મેળવી શકશો. પરિવારજનો પાસેથી આપ સંતોષ અને ખુશી મેળવી શકશો. આપને પ્રવાસ કે લગ્નમાં જવાનું થાય તેવી શક્યતા છે. આપને શારીરિક અને માનસિક ખુશી મળશે.

મીન:આજનો દિવસ આપને સારું ફળ આપશે. આપ કામમાં સફળતા મેળવશો અને ઉચ્ચ અધિકારીઓ તરફથી મળતું પ્રોત્સાહન આપનો ઉત્સાહ વધારશે. વેપારમાં વૃધ્ધિ અને આવકમાં પણ વધારો થશે. ઉઘરાણીના નાણાં મેળવી શકશો. પિતા અને વડીલો તરફથી ફાયદો થશે. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. કુટુંબમાં સુખશાંતિ જળવાશે. પદોન્નતિ મેળવી શકશો. સરકાર તરફથી ફાયદો થશે.

ABOUT THE AUTHOR

...view details