ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે રવિવારે તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

astrology predictions
જાણો તમારૂ રાશિફળ

By

Published : Aug 16, 2020, 7:06 AM IST

મેષ :આજે આપ ઝડપથી પલટાતા વિચારોની વચ્‍ચે તમારે માનસિક સ્થિરતા અને ધીરજ સાથે રહેવાનું છે. કોઇ એક નિર્ણય પર આવવામાં જો મુશ્કેલી વર્તાય તો હાલમાં નિર્ણય લેવાનું ટાળજો અથવા કોઈ તજજ્ઞની સલાહ સાથે આગળ વધજો. આજનો દિવસ આપના માટે નોકરી ધંધાના ક્ષેત્રે સ્પર્ધાયુક્ત રહે અને એમાંથી બહાર આવવાની કોશિશમાં રહો. એમ છતાં નવું કાર્ય શરૂ કરવાની પ્રેરણા મળે અને કાર્યારંભ આપ કરો પણ ખરા. લેખનકાર્ય માટે સારો દિવસ છે. આજે બૌદ્ધિક કે તાર્કિક વિચાર વિનિમયને અવકાશ મળે.

વૃષભ :આજે આપને મનની સ્થિરતા જાળવી રાખવાની સલાહ છે. દ્વિધાયુક્ત વલણ આપના હાથમાં આવેલી તકને સરકાવી શકે છે માટે આવી સ્થિતિમાં વ્યવહારુ અને બાંધછોડભર્યું વલણ અપનાવશો તો કોઇ પણ વિપરિત સ્થિતિમાંથી બહાર નીકળવું આપના માટે મુશ્કેર રહેશે નહીં. મુસાફરી અને ડ્રાઇવિંગમાં થોડી સાવચેતી રાખવી. કદાચ તેના આયોજનમાં થોડો ફેરફાર કરવો પડે. લેખકો, કલાકારો અને કન્‍સલ્‍ટસીઓ માટે સમય અનુકૂળ છે. તેઓ તેમની પ્રતિભા દર્શાવી શકશે. નવા કાર્યની આજે શરૂઆત ન કરવી. જક્કી વલણ છોડીને બાંધછોડભર્યું વલણ અપનાવવાનું સલાહ આપવામાં આવે છે.

મિથુન :આપનો આજનો દિવસ ખૂબ આનંદથી પસાર થશે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય પણ સારું રહે અને મનથી પણ આપ ખુશમિજાજ રહેશો. આજે આપનાથી વધારે ખર્ચ ન થઇ જાય તે માટે કાળજી રાખશો. મનમાં આજે નિષેધાત્‍મક વિચારોને પ્રવેશવા ન દેવાની સલાહ આપવામાં આવે છે. ભેટસોગાદ અને ઉપહારો મળતાં મન આનંદિત થાય.

કર્ક:આપનું મન દ્વિધાનો અહેસાસ કરશે તેથી આપનામાં નિર્ણયશક્તિનો અભાવ આવી શકે છે. આવી સ્થિતિમાં તમે લાગણીમાં આવવાના બદલે માનસિક તટસ્થતા અને સ્થિરતા લાવવાનો પ્રયાસ કરજો. મહત્‍વના કાર્યો શક્ય હોય ત્યાં સુધી કાલ પર છોડવા. સગાવહાલા સાથે વધુ આત્મીયતા અને સહકાર સાથે રહેવાની સલાહ છે. કૌટુંબિક કાર્યો પાછળ ખર્ચ કરવો પડે પરંતુ તેનાથી મનમાં કોઈ સંકોચ કે અફસોસ નહીં હોય. વાણી પર સંયમ રાખવાની સલાહ છે. કોઇ સાથે ટંટા ફિસાદમાં ન પડવું. ગેરસમજ થતી હોય તો સ્‍પષ્ટતા કરવી જરૂરી છે. આરોગ્‍યનું ધ્યાન રાખવું. ધનહાનિથી સંભાળવું.

સિંહ :વર્તમાન દિવસે આપને વિવિધ લાભ મળવાની શક્યતા છે, આવા વખતે મનનું ઢચુપચુ વલણ આપને લાભથી વંચિત ન કરી દે તેનો ખ્‍યાલ રાખવો પડશે. મિત્રવર્તુળથી તેમજ સ્‍ત્રીવર્ગ અને વડીલવર્ગથી લાભ થાય. નોકરી વ્‍યવસાયમાં બઢતી અને આવકવૃદ્ધિના યોગ છે. દાંપત્‍યજીવનમાં જીવન સાથે વધુ નીકટતા અનુભવશો. પુત્ર, પત્‍નીથી લાભ થાય.

કન્યા:નવું કાર્ય શરૂ કરવા માટે ઘડેલી યોજનાઓ આજે અમલમાં મૂકવાનો શ્રેષ્‍ઠ સમય છે. વેપારીઓને વેપારમાં લાભ થાય. ઉઘરાણીના પૈસા વસૂલી શકાશે. નોકરિયાતોની પદોન્‍નતિની શક્યતાઓ ઉભી થાય છે. પિતા તરફથી લાભ થાય. પરિવારમાં આનંદઉલ્‍લાસનું વાતાવરણ રહે. ગૃહસ્‍થજીવનમાં સુમેળ રહેશે. સરકારી કામકાજો પાર પડશે અને સ્‍વસ્‍થતાથી આજનો દિવસ પસાર કરશો.

તુલા:આજે આપ બૌદ્ધિક કાર્યોમાં તેમજ લેખનકાર્યમાં સક્રિય રહેશો. નવા કાર્યની શરૂઆત માટે સારો દિવસ છે. ધાર્મિક સ્‍થળની મુલાકાત લેવાનો પ્રસંગ ઉભો થાય. વ્‍યવસાયમાં લાભની તકો મળે. વિદેશ વસતા મિત્ર કે સ્‍નેહીજનોના સમાચાર મળે. વ્‍યવસાય કે નોકરીના સ્‍થળે સહકર્મચારીઓ તરફથી ઓછો સહકાર મળે. તબિયત સાચવવી. સંતાનોના પ્રશ્ન અંગે મૂંઝવણ રહે. વિરોઘીઓ કે હરીફો સાથે ઊંડી ચર્ચામાં ન ઉતરવાની સલાહ છે.

વૃશ્ચિક :આજનો દિવસ કોઇ વિશેષ પ્રવૃત્તિ વગર શાંતિથી પસાર કરવો પડશે. નવા કાર્યની શરૂઆત આવતીકાલ પર છોડજો. ખોટા કાર્યો અને બિનજરૂરી ગુસ્સાથી દૂર રહેવાની સલાહ છે. શક્ય હોય ત્યાં સુધી પુરતા પ્રમાણમાં અને સમયસર ભોજન અને ઉંધ લેજો. નવા સંબંધો વિકસાવવી શકો છો પરંતુ દરેક બાબતોનો વિચાર કરીને આગળ વધવાની સલાહ આપવામાં આવે છે. અકસ્‍માતથી સંભાળવું. ઇષ્‍ટદેવનું નામસ્‍મરણ રાહત આપશે.

ધન :આપ આજનો સમગ્ર દિવસ ખૂબ આનંદમાં પસાર કરશો. મનોરંજનના વિશ્‍વમાં આજે આપ ખોવાયેલા રહેશો. વિજાતીય વ્‍યક્તિઓનો સંગાથ આનંદ આપશે. લેખન કાર્ય માટે અનુકૂળ અનુકૂળ દિવસ છે. ભાગીદારીમાં લાભ થાય.

મકર :વ્‍યાપાર ધંધાની વિકાસવૃદ્ધિ માટે આજનો દિવસ ખૂબ જ ફાયદાકારક હોવાનું જણાય છે. આજે આપના વ્‍યવસાય અંગેનું આયોજન કરો. ધંધાર્થે પૈસાની લેવડદેવડ કરવામાં સફળતા મળે. વ્‍યાપારને લગતા કાર્યોમાં કાનૂની બાબતોના ઉકેલમાં વધુ ખર્ચ થઈ શકે છે અથવા તેની પ્રક્રિયામાં રાહ જોવી પડશે. આરોગ્‍ય સુખાકારી સારી રહે. ઘરમાં સુખશાંતિનું વાતાવરણ જળવાય. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય. સહકાર્યકરોનો સાથ સહકાર સારો મળે. આર્થિક લાભ વધારે થાય.

કુંભ :આજે થોડી માનસિક અશાંતિ અને ઉદ્વેગ ભરેલો દિવસ છે. ઝડપથી બદલાતા વિચારોને કારણે અનિર્ણાયકતા રહેશે તેથી કોઈપણ નિર્ણય લેવામાં જરૂર જણાય તો બીજાની મદદ લઈ શકો છો. સંતાનો સંબંધિત બાબતોમાં તમારે વધુ ધ્યાન આપવું પડશે. તબિયતમાં પેટની બીમારીઓ સતાવે તેવી સંભાવના છે. કાર્ય નિષ્‍ફળતા મળે તો પણ પ્રયાસો છોડવા નહીં કારણ કે તમારી મહેનત ક્યાંય એળે જવાની નથી. આકસ્મિક ધનખર્ચ થાય. સાહિત્‍ય લેખન માટે અનુકૂળ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે.

મીન :આપને આજના દિવસે સાવધાની રાખવાનું જણાવવામાં આવે છે. કુટુંબના સભ્‍યો સાથે મતભેદ ટાળવા માટે પોતાની વાત સાચી ઠેરવવાનો હઠાગ્રહ છોડજો. માતાના સ્‍વાસ્‍થ્‍યની તમારે કાળજી લેવાની જરૂર પડશે. સાથે સાથે પોતાનું આરોગ્‍ય પણ સાચવવું જ પડશે. માનસિક ઉદ્વેગ છે. ધનહાનિ થાય. નોકરીમાં સમસ્‍યાઓ ઉભી થાય. સ્‍થાવર મિલકતના દસ્‍તાવેજો કરવામાં કાળજી રાખવી. સ્‍ત્રીઓ સાથેના સંબંધો હાનિકર્તા નીવડી શકે છે.

ABOUT THE AUTHOR

...view details