મેષ :દિવસની શરૂઆતમાં આપને માનસિક દ્વિધા જેવું લાગશે પરંતુ ટૂંક સમયમાં જ આ સ્થિતિ દૂર થતા મહત્વના નિર્ણયો અને ચર્ચામાં ભાગ લઈ શકશો. આપે જિદ્દી વલણ છોડીને સમાધાનકારી વલણ અપનાવવું તેવી સલાહ છે. આપ મધુરવાણીથી કોઇકને મનાવી શકશો. નવા કામનો પ્રારંભ શક્ય હોય તો ટાળવો અથવા સાવધાની રાખવી. બપોર પછી આપના ઉત્સાહમાં અચાનક વધારો થતાં જણાશે અને મન પ્રફુલ્લિત બને. પરિવારજનો સાથેની સંવાદિતા વધે. પ્રવાસની શક્યતા વધે. નાણાકીય બાબતોનું આયોજન કરી શકો.
વૃષભ : આપનો આજનો દિવસ મધ્યમ ફળદાયક રહેશે. દિવસની શરૂઆતમાં શારીરિક અને માનસિક રીતે ચુસ્તી અને સ્ફૂર્તિ લાગે. આપની રચનાત્મક અને કલાત્મક શક્તિઓમાં વધારો થશે. ઉત્સાહ અને ચોક્સાઇપૂર્વક કામ કરી શકશો. પરંતુ મધ્યાહન બાદ આપનું માનસિક વલણ થોડું દ્વિધાયુક્ત બનશે. તેથી વિચાર વંટોળમાં ખોવાયેલા રહેશો. અગત્યના નિર્ણયો આ સમયે ન લેવાની સલાહ આપવામાં આવે છે.
મિથુન :આપનો વર્તમાન સમય મિશ્ર ફળદાયી રહેશે. આજે આપ ચિંતા અને અતિશય વિચારોથી દૂર રહેશો તો ઉત્તમ સ્વાસ્થ્ય માણી શકશો. કુટુંબમાં મહત્વના મુદ્દે ચર્ચા થતી હોય ત્યારે પોતાની જ વાત સાચી ઠેરવવાનો હઠાગ્રહ છોડવાની સલાહ છે. પરંતુ બપોર પછી આપ તમામ કાર્યોમાં અનુકૂળતા અનુભવશો. પરિણામે કામ કરવામાં ઉત્સાહ અનુભવાય. કુટુંબનો માહોલ પણ સુધશે. આર્થિક લાભની શક્યતાઓ છે.
કર્ક : આપના વર્તમાન દિવસના સવારના ભાગ દરમ્યાન પારિવારિક વ્યવસાયના ક્ષેત્રે લાભદાયક સમય છે. સ્ત્રીવર્ગ તરફથી લાભ થવાનો યોગ છે. પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય અને મન તથા શરીરની તંદુરસ્તી સારી રહે. પરંતુ બપોર પછી આપના મનમાં વિવિધ પ્રકારની ચિંતાઓ ઉપજશે. પારિવારિક માહોલ બગડે. આદરેલાં કાર્યો અધુરાં રહે. ખર્ચનું પ્રમાણ વધશે. તંદુરસ્તીનું ધ્યાન રાખવા સલાહ આપવામાં આવે છે.
સિંહ :આજનો આપનો વર્તમાન દિવસ ખૂબ આનંદમાં પસાર થશે. નોકરી અને વ્યવસાય કરનાર બંને માટે લાભદાયી દિવસ છે. વેપાર વૃદ્ધિ થાય. કુટુંબ અને મિત્રો સાથે આનંદની પળો માણશો. સ્ત્રીવર્ગ તરફથી આપને ફાયદો થાય. સંતાનો તરફથી લાભ મળે. નાની મુસાફરી માટેના સંજોગો ઉભા થાય. દાંપત્યજીવનમાં આનંદ વ્યાપી રહે.
કન્યા : નવા કાર્યની શરૂઆત કરવા માટે સમય સારો છે. આજે આપ વધુ પડતા ધાર્મિક અને ભક્તિમય બનો. ઓફિસ કે વ્યવસાયમાં કામનું ભારણ વધારે રહે માટે આયોજનપૂર્વક કામ કરશો તો નિર્ધારિત સમયમાં દરેક કામ પાર પડશે. વિદેશ જવા ઇચ્છતા લોકો માટે તક ઉભી થાય. બપોર પછી નવા કાર્યનું આયોજન હાથ ધરી શકશો. અધૂરાં કાર્યો પૂર્ણતા તરફ આગળ વધે. નોકરીમાં બઢતીના સમાચાર મળે. ગૃહસ્થજીવનમાં મધુરતા છવાય. માન- સન્માન મળે.
તુલા : આજે ખાવાપીવામાં ખાસ ધ્યાન રાખવાની આપને સલાહ છે કારણ કે ભોજનની અતિશયોક્તિ અથવા અનિયમિતતા તમારા સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી શકે છે. દિવસ દરમ્યાન નવા કાર્યનો આરંભ કરવા માટે સંપૂર્ણ અનુકૂળ સમય ના હોવાથી શક્ય હોય તો ટાળજો. વધુ પડતો કામના બોજ લેવાના બદલે કામ અને આરામ વચ્ચે સંતુલન રાખવાની સલાહ છે. મુસાફરી ઓછી લાભદાયી નીવડે, પરંતુ બપોર પછી આપને નવું કાર્ય કરવાની પ્રેરણા મળશે. ધાર્મિક કાર્યો થાય. વિદેશ વસતા આપ્તજનો કે મિત્રના સમાચાર મળે. વેપારધંધામાં આર્થિક લાભ થાય. નવા આયોજનો માટેની અનુકૂળતા સર્જાય.
વૃશ્ચિક : આજે આપ દાંપત્યજીવનને વિશેષ માણી શકશો અને તેના સુખનો અનુભવ કરી શકશો. પરિવાર સાથે સામાજિક મેળાવડામાં ભાગ લો. ટૂંકી મુસાફરીનો યોગ છે. બપોર પછી આપની તબિયતની કાળજી લેવી પડશે. વધુ પડતા વિચારોમાં અટવાશો તો માનસિક રીતે વ્યગ્રતા થઈ શકે છે. બપોર પછી નવા કાર્યની શરૂઆત કરવાનું મુલતવી રાખજો. પ્રવાસનું આયોજન કરો તો તેમાં કેટલીક સાવચેતીઓ રાખવી પડશે. સમયસર ભોજન લેવાની સલાહ છે. યોગ અને ધ્યાનથી માનસિક શાંતિ મેળવી શકશો.
ધન : આપનો આજનો દિવસ શુભફળદાયી હશે. શરીર અને મનની સ્વસ્થતાની સાથે સાથે જ આપ વ્યવસ્થિત રીતે આપના કાર્યો પૂરા કરી શકશો. આર્થિક આયોજન પણ ખૂબ સારી રીતે થઇ શકે. ઓફિસમાં સાથે કામ કરનારા કર્મચારીઓનો સહકાર મળશે. પરિવારજનો અને મિત્રો સાથેની ઘનિષ્ઠતા વધે. દાંપત્યજીવન આનંદદાયક રહે. જાહેર જીવનમાં સફળતા મળે. વેપારીઓ વ્યાપારમાં વૃદ્ધિ કરી શકશે. સામાજિક જીવનમાં યશકીર્તિ મળે.
મકર : વિચારોની વિશાળતા અને વાક્ચાતુર્યથી આપ અન્યને પ્રભાવિત કરી શકશો. આપની વાણીનો મધુરતાથી આપ નવા સંબંધો બાંધી શકશો. આર્થિક આયોજન સારી રીતે કરી શકો. તબિયત સંભાળવી. સામાન્ય રીતે દિવસ આનંદમાં પસાર થાય, નોકરીમાં સહકર્મચારીઓનો સહકાર મળે. બપોર પછી બીમાર વ્યક્તિને તબિયતમાં સુધારો જણાય અધુરાં કાર્યો પૂરા થશે.
કુંભ : આજે આપ આત્મવિશ્વાસથી આપના દરેક કામ સારી રીતે પાર પાડી શકશો. સરકાર સાથેના આર્થિક વ્યવહારમાં સફળતા મળે. પિતાની સંપત્તિથી લાભ થાય. વાહન- મકાન વગેરેના દસ્તાવેજોમાં કાળજીપૂર્વક આગળ વધવું. આપની વૈચારિક સમૃદ્ધિ વધે. મન પ્રફુલ્લિત રહે. વધુ મહેનતે ઓછું પરિણામ મળે. છતાં આપ ખંતપૂર્વક કામ કરી શકશો. તબિયત સાચવવી.
મીન :આજે આપ ચિંતા ભારમાંથી હળવાશ અનુભવશો. મનમાં આનંદ અને ઉત્સાહનો અનુભવ થાય. કૌટુંબિક અને આર્થિક બાબતમાં આપ વધારે ધ્યાન આપો. આપ કોઇપણ કાર્ય દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસ સાથે કરી શકો. પિતૃપક્ષ તરફથી લાભ થાય. પરંતુ જમીન મિલકત વિશેના કામકાજમાં સાવધાની રાખવી. સંતાનો પાછળ ખર્ચ થાય. વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસમાં સારો દેખાવ કરે.