મેષઃઆપનો વર્તમાન દિવસ આનંદ ઉલ્લાસથી સભર રહેશે. શરીર અને મન બંનેથી આપ સ્વસ્થ રહેશો. આજે કરેલા કાર્યમાં સફળતા મળશે. કુટુંબનું વાતાવરણ પ્રફુલ્લિત રહેશે. આજે આપને મોસાળપક્ષ તરફથી લાભ થાય અથવા તો સારા સમાચાર મળે. આજે આર્થિક લાભની શક્યતા નકારી શકાય નહીં. મિત્રો- સ્નેહીઓ સાથે આનંદદાયક પ્રવાસનો યોગ છે. તેમના તરફથી ભેટ –સોગાદ મળે જેનાથી આપ આનંદ અનુભવો.
વૃષભઃ આજનો દિવસ આપના માટે સહેજ સંભાળીને ચાલવા જેવો છે. આજે આપનું મન વિવિધ પ્રકારની ચિંતાઓથી ઘેરાયેલું રહેશે. આપનું સ્વાસ્થ્ય નરમ રહેશે. ખાસ કરીને આંખોમાં કોઇક તકલીફ ઊભી થાય. સ્નેહીજનો, પરિવારના સભ્યો સાથે વર્તનમાં વધુ સૌમ્ય બનવું પડશે. આજે આપના આદરેલાં કાર્યો પૂરાં કરવામાં વધુ મહેનત રહે. ખર્ચનું પ્રમાણ વધી શકે છે. વધારે પરિશ્રમ કરો પરંતુ ઓછી સફળતા મળે. આકસ્મિક ઈજાથી સંભાળવું.
મિથુનઃ આપનો આજનો દિવસ બહુવિધ લાભ ધરાવતો દિવસ છે. અપરિણિતો માટે યોગ્ય જીવનસાથી મળવાનો યોગ છે. ધનપ્રાપ્તિ માટે શુભ દિવસ છે. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક રહેશે. મિત્રો તરફથી લાભ મળે. પરિવારમાં પુત્ર અને પત્ની તરફથી લાભ થાય. ઉત્તમ ભોજન મળે. સ્ત્રી મિત્રોથી લાભ મળે. સંતાનો તરફથી શુભ સમાચાર મળે. નોકરી- ધંધામાં લાભ થાય અને આવકમાં વૃદ્ધિ થાય. સ્ત્રી સુખ ઉત્તમ મળે.
કર્કઃ ઘરની સાજસજાવટ પર વધારે ધ્યાન આપશો. નવું રાચરચીલું ખરીદવાની શક્યતા છે. વેપારીઓ અને નોકરિયાતો લાભ તથા બઢતીની આશા રાખી શકે છે, પરિવારની સુખ શાંતિ જળવાય, સરકારી લાભ મળે. આપની માન- પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. આર્થિક લાભ થાય. આજે તમામ કાર્યો સ્વસ્થતાથી અને સરળતાથી પાર પાડી શકશો.
સિંહઃઆપનો આજનો દિવસ મધ્યમ ફળદાયી નીવડશે. આપ ધાર્મિક અને માંગલિક કાર્યોમાં હાજરી આપશો. આપનું વલણ ન્યાય પ્રિય રહે. ધાર્મિક પ્રવાસનું આયોજન થાય. સ્વાસ્થ્ય સાધારણ નરમગરમ રહે. પેટના દર્દો હેરાન કરે. પરદેશ વસતા સ્વજનોના સમાચાર મળે. ઉપરી અધિકારીઓ સાથે વર્તનમાં સૌમ્ય રહેવું. નોકરી ધંધામાં તકલીફ હોય તો ધીરજ અને શાંતિ સાથે ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો. સંતાનોની ચિંતા રહે. શરીરમાં આળસ, થાક અને કંટાળો ટાળવા માટે મન ગમતી પ્રવૃત્તિઓમાં રસ લઈ શકો છો.
કન્યાઃ આજે આપને વાણી પર સંયમ રાખવાની સલાહ છે. નવા કાર્યની શરૂઆત માટે પણ સમય એકદમ તમારી તરફેણમાં નથી. સ્વભાવમાં ગુસ્સો વધુ શકે છે અને થોડો ઉશ્કેરાટ રહે. તેથી મગજને બને તેટલું શાંત રાખવા કોશિશ કરવી. કુટુંબીજનો સાથે ઉગ્ર વાદવિવાદના કારણે મનદુ:ખ ન થાય. શક્ય હોય તો પ્રવાસ ન કરવો. હિતશત્રુઓ તેમની ચાલમાં સફળ ન થાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવું. શારીરિક સ્વાસ્થ્ય બગડે. માનસિક અશાંતિ મનને વ્યગ્ર બનાવશે.